Not Set/ IND vs SL 2nd T20/ ટીમ ઈન્ડિયાની જીતનાં આ 5 રહ્યા હીરો, શ્રીલંકા પર મેળવી આસાન જીત

ભારતીય ક્રિકેટ ટીમે ઈન્દોરનાં હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી-20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી 3 મેચોની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી શ્રીલંકાને 142 રનમાં રોકી 20 ઓવરમાં 9 વિકેટ ઝડપી હતી. આ પછી, ભારતીય બેટ્સમેનોએ 153 રનનો લક્ષ્યાંક 15 બોલ બાકીનાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો […]

Top Stories Sports
indian players celebrate fall of avishka fernando 968054 IND vs SL 2nd T20/ ટીમ ઈન્ડિયાની જીતનાં આ 5 રહ્યા હીરો, શ્રીલંકા પર મેળવી આસાન જીત

ભારતીય ક્રિકેટ ટીમે ઈન્દોરનાં હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી-20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી 3 મેચોની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી શ્રીલંકાને 142 રનમાં રોકી 20 ઓવરમાં 9 વિકેટ ઝડપી હતી. આ પછી, ભારતીય બેટ્સમેનોએ 153 રનનો લક્ષ્યાંક 15 બોલ બાકીનાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

વરસાદની પહેલી મેચ ધોવાઈ ગયા બાદ ભારતીય ખેલાડીઓએ બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મેચ સરળતાથી જીતી લીધી હતી. ભારતીય ટીમની જીત પછી, અમે આપને જણાવી દઇએ કે, જીતનાં પાંચ હીરો વિશે, જેના પ્રદર્શનનાં દમ પર ભારતે જીત મેળવી હતી.

Image result for navdeep saini

નવદીપ સૈની: યુવા ઝડપી બોલર નવદીપ સૈનીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 4 ઓવરમાં માત્ર 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકાનાં બેટ્સમેનોએ નવદીપ સૈનીની પહેલી ઓવરમાં 10 રન બનાવ્યા હતા, પરંતુ તે પછી તેણે સખત બોલિંગ કરી અને ત્યારબાદની ત્રણ ઓવરમાં માત્ર 8 રન આપીને 2 વિકેટ લીધી હતી.

Image result for shardul thakur

શાર્દુલ ઠાકુર: ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ડેથ ઓવરમાં શાર્દુલે શાનદાર બોલિંગ કરી અને 19 મી ઓવરમાં માત્ર 3 રન આપીને ત્રણ વિકેટ લીધી.

Image result for kl rahul

કેએલ રાહુલ: કેએલ રાહુલે રોહિત શર્માની ગેરહાજરીમાં ઓપનર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાહુલે 32 બોલમાં 6 ચોક્કાની મદદથી 45 રન બનાવ્યા હતા અને પહેલી વિકેટ માટે ધવન (32) ની સાથે મળીને 71 રનોની ભાગેદારી કરી હતી.

Image result for shreyas iyer

શ્રેયસ ઐયર: પ્રારંભિક બે વિકેટ પડી ગયા બાદ શ્રેયસ ઐયરે વિરાટ કોહલીને સારો સાથ આપ્યો હતો. તેણે 26 બોલમાં ત્રણ ચોક્કા અને એક છક્કાની મદદથી 34 રન બનાવ્યા. તેણે કેપ્ટન કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરીને ટીમને જીતવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Image result for virat kohli

વિરાટ કોહલી: સારી શરૂઆત બાદ ભારતીય ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ તે બેટિંગ કરવા આવ્યો હતો, કોહલી જીત સાથે પાછો ફર્યો હતો. કોહલીએ શ્રેયસ ઐયર સાથે 51 રનની ભાગીદારી કરતા 17 બોલમાં 1 ચોક્કા અને બે છક્કાની મદદથી 30 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ સિવાય તેણે કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને યોગ્ય સમયે બોલિંગમાં પરિવર્તન ઉપરાંત ફિલ્ડ સેટિંગ પણ શાનદાર રીતે કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.