Not Set/ બાલાકોટમાં જ બન્યો પુલવામા હુમલાનો પ્લાન, ભારતે ત્યાં જ ફેક્યો બોમ્બ

ભારતે સીમાપાર પાકિસ્તાન સ્થિતબાલાકોટમાં આતંકી ગુટ જૈશ-એ-મોહમ્મદમાં સ્થળો પર હુમલો કરી પુલવામા હુમલાનો બદલો વાળ્યો છે. ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં આતંકવાદીઓ, પ્રશિક્ષક, શીર્ષ કમાન્ડરો અને જીહાદીની માર્યા ગયા છે. તો  ભારતીય વાયુસેનાના વડા બી.એસ. ધનોઆ અગાઉ જ  એયટ સ્ટ્રાઈકના વિશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને જાણકારી આપી ચુક્યા હતા. સૂત્રોના અનુસાર પુલવામા સીઆરપીએફના કાફલા પર હુમલો […]

Top Stories India
ik 13 બાલાકોટમાં જ બન્યો પુલવામા હુમલાનો પ્લાન, ભારતે ત્યાં જ ફેક્યો બોમ્બ

ભારતે સીમાપાર પાકિસ્તાન સ્થિતબાલાકોટમાં આતંકી ગુટ જૈશ-એ-મોહમ્મદમાં સ્થળો પર હુમલો કરી પુલવામા હુમલાનો બદલો વાળ્યો છે. ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં આતંકવાદીઓ, પ્રશિક્ષક, શીર્ષ કમાન્ડરો અને જીહાદીની માર્યા ગયા છે. તો  ભારતીય વાયુસેનાના વડા બી.એસ. ધનોઆ અગાઉ જ  એયટ સ્ટ્રાઈકના વિશે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને જાણકારી આપી ચુક્યા હતા.

સૂત્રોના અનુસાર પુલવામા સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યા પછી 15 ફ્રેબ્રુઆરીએ જ વાયુસેના પ્રમુખ ધનોઆએ NSA ને આતંકવાદી સંગઠનો કેમ્પ પર સ્ટ્રાઈકની યોજના વિશે જણાવ્યું હતું. સૂત્રોએ પણ કહ્યું કે હુમલા માટે બાલાકોટને પસંદ કરવામાં આવાનું કારણ જણાવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે પુલવામા ભારતીય સુરક્ષા દળો પર હુમલાનું કાવતરું પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું હતું. બાલાકોટમાં એયર સ્ટ્રાઈકનું એક બીજુ કારણ આ પણ રહ્યું કેમકે પાકિસ્તાની સેનાના નિયમિત રીતે આ વિસ્તારમાં આતંકીઓને પ્રશિક્ષિત કરે છે. જેથી ભારતના સામે હુમલો કરી શકાય.

સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડર ઍક્શન ટીમ (બીએટી) અને પાકિસ્તાન આર્મી એલઓસીને પાર કરવા માટે બાલાકોટમાં ત્રાસવાદીઓને તાલીમ આપવાનું ચાલુ રાખે છે. જો કે, ભારતીય એરફોર્સના હુમલા પછી કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ કાઢવા માટે સુરક્ષા એજન્સીઓ વાતનો અંદાજો લગાવામાં લાગેલી છે. જો કે, અત્યાર સુધી સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા કોઈ ખાસ પ્રવૃત્તિ મળી નથી.

આપને જણાવી દઈએ કે ઇન્ડિયન એર ફોર્સ મંગળવારે સીમાપાર પાકિસ્તાનમાં સ્થિત બાલાકોટમાં આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના સ્થળોને લક્ષ્યાંક બનાવ્યું. આમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ, પ્રશિક્ષકો, ટોચના કમાન્ડરો અને જીહાદીઓની હત્યા થઈ હતી.

આ ઝુંબેશમાં માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં જૈશના વડા મસૂદ અઝહરના બનેવી યુસુફ અઝહરનો સમાવેશ થાય છે. વિદેશ સચિવ વિજય ગોખનેએ જણાવ્યું હતું કે વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી હતી કે 12 દિવસ પુલવામા હુમલાને અંજામ આપ્યા પછી જૈશ-એ-મોહમ્મદ વધુ એક આત્મઘાતી હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ જાણકારી પછી સીમાની બીજી બાજુ જૈશ-એ-મોહમ્મદના સૌથી માતા આતંકી શિવિર પર ગૈર-સૈન્ય એકપક્ષીય હુમલો કરવામાં આવ્યો.