Not Set/ લદ્દાખ: ભારત અને ચીની સેના વચ્ચે સંઘર્ષ, તણાવ બાદ વધારાનું સૈન્ય તૈનાત

ભારત અને ચીન વચ્ચે સરહદ પર ફરી એક વખત તણાવ વધ્યો છે. બુધવારે પેંગોંગ સરોવર નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી. વિવાદ એટલી હદે વધ્યો કે બંને સૈન્ય વચ્ચે બ્રિગેડિયર-સ્તરની ફ્લેગ મીટિંગ પછી મામલો થાળે પડ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ચીની સૈન્ય વચ્ચે ધક્કા-મુક્કીની શરૂઆત પેંગોંગ સરોવરના ઉત્તરી કાંઠે થઈ હતી, […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaamahi 5 લદ્દાખ: ભારત અને ચીની સેના વચ્ચે સંઘર્ષ, તણાવ બાદ વધારાનું સૈન્ય તૈનાત

ભારત અને ચીન વચ્ચે સરહદ પર ફરી એક વખત તણાવ વધ્યો છે. બુધવારે પેંગોંગ સરોવર નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી. વિવાદ એટલી હદે વધ્યો કે બંને સૈન્ય વચ્ચે બ્રિગેડિયર-સ્તરની ફ્લેગ મીટિંગ પછી મામલો થાળે પડ્યો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ચીની સૈન્ય વચ્ચે ધક્કા-મુક્કીની શરૂઆત પેંગોંગ સરોવરના ઉત્તરી કાંઠે થઈ હતી, જે 134 કિલોમીટર સુધી ફેલાયેલી હતી. આ સરોવરનો તૃતીયાંશ ભાગ ચીનના નિયંત્રણમાં છે કારણ કે તેનો ફેલાવો લદ્દાખથી તિબ્બત સુધી ફેલાયેલો  છે.

જ્યારે ભારતીય સૈનિકો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા, ત્યારે તેઓનો સામનો પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનો સાથે થયો હતો. ભારતીય સૈનિકોએ તેની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ બંને દેશોના સૈનિકો વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી. તણાવ એટલો વધી ગયો કે ભારત અને ચીને તે વિસ્તારમાં તેમના વધારાના સૈન્ય તૈનાત કર્યા. બુધવારે સાંજ સુધી બંને પક્ષો એકબીજાની સામે ઉભા રહ્યાં હતા.

તણાવ ઓછો કરવા માટે બંને દેશોની સૈન્ય વચ્ચે બ્રિગેડિયર રેન્કની ફ્લેગ મીટિંગ્સ યોજાઇ હતી. આ બેઠકમાં પહેલાથી સ્થાપિત દ્વિપક્ષીય મિકેનિઝમ મુજબ તણાવ ઘટાડવાની સંમતિ આપવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે ભારતીય સેના અને વાયુસેના ઓક્ટોબરમાં અરૂણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં સંયુક્ત કવાયત કરવા જઈ રહી છે. આ કવાયતમાં આશરે 5000 જવાન ભાગ લેશે. ચીન સાથેના પર્વતીય વિસ્તારમાં યુદ્ધ દરમિયાન 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સને વધુ અસરકારક બનાવવા માટે આ દાવપેચ ચલાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.