Not Set/ ઈંદિરાપુરમમાં બે બાળકોની હત્યા કરી 8 માં માળેથી દંપતી અને એક મહિલાએ કરી આત્મહત્યા

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના ઈંદિરાપુરમથી એક દુખદ ઘટના સામે આવી રહી છે. ઈંદિરાપુરમના વૈભવ ખંડની કૃષ્ણ અપ્રા સફાયરા સોસાયટીમાં એક દંપતી અને અન્ય મહિલાએ બે સૂઈ રહેલા બાળકોની હત્યા કર્યા બાદ સોસાયટીના 8 મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. બીજી મહિલા મૃતકની બીજી પત્ની હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃત્યુ પામેલા બે બાળકોની ઉંમર લગભગ 14 […]

Top Stories India
Untitled 18 ઈંદિરાપુરમમાં બે બાળકોની હત્યા કરી 8 માં માળેથી દંપતી અને એક મહિલાએ કરી આત્મહત્યા

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના ઈંદિરાપુરમથી એક દુખદ ઘટના સામે આવી રહી છે. ઈંદિરાપુરમના વૈભવ ખંડની કૃષ્ણ અપ્રા સફાયરા સોસાયટીમાં એક દંપતી અને અન્ય મહિલાએ બે સૂઈ રહેલા બાળકોની હત્યા કર્યા બાદ સોસાયટીના 8 મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. બીજી મહિલા મૃતકની બીજી પત્ની હોવાનું કહેવાઈ રહ્યું છે. મૃત્યુ પામેલા બે બાળકોની ઉંમર લગભગ 14 વર્ષની છે. સુસાઇડ નોટના આધારે પોલીસ આર્થિક કારણોને આત્મહત્યા કરવાનું કારણ માની રહી છે.

આ ઘટના મંગળવારે વહેલી સવારે ઈંદિરાપુરમના કૃષ્ણ અપ્રા સોયાતી ખાતે બની હતી. મૃતકનું નામ ગુલશન છે અને તે જીન્સનો વેપારી હોવાનું કહેવાઈ રહ્યું છે. આત્મહત્યા કરનારી બે મહિલાઓ પરવીન અને સંજના છે. આમાં પરવીન ગુલશનની પત્ની સંજના તેની બીજી પત્ની અને બિઝનેસ પાર્ટનર તરીકે માનવામાં અવી રહી છે. મૃત્યુ પામેલા બે બાળકોના નામ રિતિક અને રિતિકા છે. બાળકો સાથે ફ્લેટમાં એક સસલું પણ મૃત હાલતમાં મળી આવ્યું હતું.

NBT

દિવાલ પર લગાવી સુસાઇડ નોટ અને 500 રૂપિયા

જ્યારે પોલીસ ફ્લેટમાં પહોંચી ત્યારે પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ. સુસાઇડ નોટની સાથે ફ્લેટની દિવાલ પર 500 રૂપિયાની નોટો પણ લગાવાઈ હતી. આ સાથે, દિવાલ પર કેટલાક બાઉન્સ ચેક પણ લગાવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સુસાઇડ નોટમાં દંપતીએ આત્મહત્યા માટે તેમના ભાભીને દોષી ઠેરવ્યા હતા. મૃતકના ભાઈએ આરોપ લગાવ્યો કે તેના ભાઈ અને ભાભી વચ્ચે 2 કરોડ રૂપિયાના લેણદેણનો વિવાદ થયો હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી.

દિવાલ પર લખેલું – આ અમારા અંતિમ સંસ્કારના પૈસા

ફ્લેટમાં મળેલ સુસાઇડ નોટે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમાં લખ્યું હતું કે જે 500 રૂપિયાની નોટો સાથે છે. તે તેમની અંતિમ સંસ્કાર માટે રાખી છે. આગળ લખ્યું  છે કે અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવે તે તેઓની સંતિમ ઈચ્છા છે. સુસાઇડ નોટમાં રાકેશ વર્મા નામના વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યો છે. તે તેના સંબંધી છે.

પહેલા દીકરાનું ગળું દબાવ્યું અને ત્યારબાદ છરી વડે ગળું કાપ્યું

મળતી માહિતી મુજબ આત્મહત્યા કરતા પહેલા આ દંપતીએ તેમના સૂતા 14 વર્ષના પુત્રની ગળુ દબાવીને ગળું કાપ્યું હતું. આ પછી પુત્રી રિતિકાની પણ હત્યા કરવામાં આવી હતી.

પોલીસ માની રહી છે આર્થિક તંગીના કારણે આત્મહત્યા

પોલીસ સુસાઇડ નોટના આધારે આર્થિક સંકટ સાથે જોડાયેલી બાબત તરફ ધ્યાન આપી રહી છે. ખરેખર, સુસાઇડ નોટમાં જે લખ્યું છે તે પોલીસની શંકા છે. ગાઝિયાબાદના એસએસપી સુધીરકુમાર સિંહના જણાવ્યા મુજબ આ મામલો આર્થિક સંકટ સાથે સંકળાયેલ હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.