U19 World Cup/ બાંગ્લાદેશ સામેનાં મુકાબલામાં ભારત પાસે આજે હિસાબ બરાબર કરવાની તક

ICC U-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022 માં, શનિવારે 29 જાન્યુઆરીની સાંજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો છે. ભારત પાસે બાંગ્લાદેશ આજે હિસાબ બરાબર કરવાની તક છે, જ્યારે બાંગ્લાદેશની ટીમ પણ પોતાની ગતિ જાળવી રાખવા માંગશે.

Sports
1 2022 01 29T070432.855 બાંગ્લાદેશ સામેનાં મુકાબલામાં ભારત પાસે આજે હિસાબ બરાબર કરવાની તક

ICC U-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022 માં, શનિવારે 29 જાન્યુઆરીની સાંજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો છે. ભારત પાસે બાંગ્લાદેશ આજે હિસાબ બરાબર કરવાની તક છે, જ્યારે બાંગ્લાદેશની ટીમ પણ પોતાની ગતિ જાળવી રાખવા માંગશે. ભારતની અંડર-19 ટીમ 2020 વર્લ્ડ કપની ફાઈનલમાં બાંગ્લાદેશ સામેની હારને યાદ કરશે.

આ પણ વાંચો – U19 World Cup / અફઘાનિસ્તાનની ટીમે કર્યો મોટો ઉલટફેર, શ્રીલંકાની ટીમને 4 રને હરાવી સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને હરાવીને પોતાનું એકાઉન્ટ સેટલ કરવા ઈચ્છશે અને ઘણી હદ સુધી બાંગ્લાદેશની સફર ખતમ કરી દેશે. જો ભારત આજે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવશે તો બુધવારે સેમિફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયાએ વધુ એક ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને 119 રને હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતનાં સમય અનુસાર આ મેચ એન્ટીગુઆમાં સાંજે 6.30 વાગ્યાથી રમાશે. જો કે, ભારત માટે આ મેચ પહેલા ખરાબ સમાચાર સામે આવ્યા છે કે છેલ્લી બે મેચમાં સુકાની નિશાંત સિંધુ કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ એક સારા સમાચાર છે કે અંડર 19 ટીમ ઈન્ડિયાનાં નિયમિત કેપ્ટન યશ ધુલ અને વાઇસ કેપ્ટન શેખ રાશિદ સહિત બાકીનાં ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની મેચ માટે ઉપલબ્ધ છે, કારણ કે આ પહેલા તેમનો કોવિડ 19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ પણ વાંચો – Women’s Asia Cup Hockey / ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 2-0થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો

ચાર વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ રસપ્રદ બનવાની છે. જોકે, ભારત અત્યારે સારી સ્થિતિમાં છે, કારણ કે ટીમે લીગ તબક્કામાં ત્રણમાંથી ત્રણ મેચ જીતી છે. વળી, બાંગ્લાદેશની ટીમ ત્રણમાંથી બે મેચ જીતીને અહીં પહોંચી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમનું મનોબળ ઘણું ઉંચુ રહેશે. ટીમ ઈન્ડિયા તરફથી ફરી એકવાર અંગક્રિસ રઘુવંશી, રાજ બાવા અને સુકાની યશ ધૂલ રન બનાવતા જોવા મળશે, જ્યારે બોલિંગની જવાબદારી વિકી ઓસ્તવાલ, રાજવર્ધન હંગરગેકર અને વાસુ વત્સના ખભા પર રહેશે. બાંગ્લાદેશ માટે મહિફિઝુલ ઇસ્લામ અને ઇફ્તિકાર હુસૈન ઇફ્તી રન બનાવી શકે છે, જ્યારે આશિકુર ઝમાન, તન્ઝીમ હસન અને કેપ્ટન રકીબુલ હસન બોલિંગ વિભાગનું નેતૃત્વ કરશે.