Not Set/ ફોર્બ્સની મોસ્ટ પાવરફુલ મહિલાની યાદીમાં સમાવેશ થયો નિર્મલા સીતારમનનો

દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ હવે દુનિયાના ફલક પર શક્તિશાળી બનતા જાય છે.જાણીતા મેગેઝીન ફોર્બ્સે નિર્મલા સીતારમણને વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કર્યા છે. ભારતના પ્રથમ કાયમી મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ યાદીમાં 34 ક્રમે છે. જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ આ યાદીમાં ટોચ પર છે. બીજા નંબરે યુરોપીયન સેન્ટ્રલ બેંકના પ્રેસિડન્ટ ક્રિસ્ટિન […]

Top Stories India
Untitled 130 ફોર્બ્સની મોસ્ટ પાવરફુલ મહિલાની યાદીમાં સમાવેશ થયો નિર્મલા સીતારમનનો

દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ હવે દુનિયાના ફલક પર શક્તિશાળી બનતા જાય છે.જાણીતા મેગેઝીન ફોર્બ્સે નિર્મલા સીતારમણને વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કર્યા છે. ભારતના પ્રથમ કાયમી મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ યાદીમાં 34 ક્રમે છે.

જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ આ યાદીમાં ટોચ પર છે. બીજા નંબરે યુરોપીયન સેન્ટ્રલ બેંકના પ્રેસિડન્ટ ક્રિસ્ટિન લગાર્ડે છે. અમેરિકાની સાંસદ અને સ્પીકર નૈંસી પલોસી ત્રીજા ક્રમે છે. પાડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આ યાદીમાં 29 ક્રમે છે.

આ યાદીમાં એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની નડાર મલ્હોત્રા, બાયોકોનના ફાઉન્ડર કિરણ મજમૂદાર શોના નામ પણ સામેલ છે.

ભારતના પ્રથમ મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ યાદીમાં 34 ક્રમે, રોશની નડાર મલ્હોત્રા 54માં ક્રમે અને કિરણ મજમૂદાર શો 65માં ક્રમે છે.

આ ઉપરાંત ફોર્બ્સની યાદીમાં મિલિન્ડા ગેટ્સ છઠા ક્રમે, આઈબીએમના સીઈઓ ગિની રોમેટી નવમાં ક્રમે, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડન 38માં ક્રમે, ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ 42માં ક્રમે, સિંગર રિહાના 61માં ક્રમે, બિયોન્સે 66માં ક્રમે, ટેલર સ્વિફ્ટ 74માં ક્રમે, ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ 81માં ક્રમે અને ક્લાઈમેટ એક્વિવિસ્ટ ગ્રેટા થુનબર્ગ 100માં ક્રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.