Not Set/ રજનીકાંત કરી શકે છે તેમની રાજકીય પાર્ટી લોન્ચ, AIADMK અને NDA સાથે હોવાનો કર્યો દાવો

શિવાજી રાવ ગાયકવાડ ઉર્ફે રજનીકાંત ટૂંક સમયમાં તેમની રાજનીતિ પાર્ટીમાં લઈને આવી રહ્યા છે. રજનીકાંતની નજીકના લોકોનું કહેવું છે કે તેઓ એપ્રિલમાં તેમની પાર્ટી શરૂ કરી શકે છે. 1996 માં, તત્કાલીન મુખ્ય પ્રધાન જે જયલલિતાની વિરુધ બોલવાના 22 વર્ષ બાદ રજનીકાંત રાજનીતિમાં પ્રવેશ કરવાની ઘોષણા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી […]

Top Stories India
Untitled 70 રજનીકાંત કરી શકે છે તેમની રાજકીય પાર્ટી લોન્ચ, AIADMK અને NDA સાથે હોવાનો કર્યો દાવો

શિવાજી રાવ ગાયકવાડ ઉર્ફે રજનીકાંત ટૂંક સમયમાં તેમની રાજનીતિ પાર્ટીમાં લઈને આવી રહ્યા છે. રજનીકાંતની નજીકના લોકોનું કહેવું છે કે તેઓ એપ્રિલમાં તેમની પાર્ટી શરૂ કરી શકે છે. 1996 માં, તત્કાલીન મુખ્ય પ્રધાન જે જયલલિતાની વિરુધ બોલવાના 22 વર્ષ બાદ રજનીકાંત રાજનીતિમાં પ્રવેશ કરવાની ઘોષણા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી 2021 માં યોજાનાર છે.

રજનીકાંતની નજીક ગણાતા રજની મક્કલ મંદરમે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પાર્ટી એપ્રિલમાં શરૂ કરવામાં આવશે. રજની મંક્કલ મંદરમે જણાવ્યું હતું કે 14 એપ્રિલ પછી ગમે ત્યારે પાર્ટી શરૂ થઈ શકે છે. જો કે હજી સુધી પક્ષના નામની ઘોષણા કરવામાં આવી નથી.

રજનીકાંતના રાજકીય રણનીતિકાર માનવામાં આવતા તિમિલરૂવી મણીયને કહ્યું કે તમિળનાડુમાં એઆઈએડીએમકે પીએમકે અને એનડીએના રજનીકાંત સાથે રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વધુ પક્ષો રજનીકાંતની રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે રજનીકાંત ચેન્નાઈના આરએસએસ નેતા એસ ગુરુમૂર્તિથી પ્રભાવિત છે. તેઓ રાજકીય રીતે ભાજપ તરફના છે.

આપને જણાવી દઇએ કે રજનીકાંત પહેલા પ્રખ્યાત અભિનેતા કમલ હાસને તેમની રાજકીય પાર્ટીની ઘોષણા કરી હતી. કમલ હાસનની પાર્ટીનું નામ ‘મક્કલ નિધિ મય્યમ’ હતું, જેનો અર્થ લોક ન્યાય કેન્દ્ર પાર્ટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.