Not Set/ રાજ્યસભા પેટાચૂંટણી: ત્રણ દાયકાઓથી આસામમાંથી ચૂંટાયેલા મનમોહનસિંઘ આજે નામાંકન ભરશે

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા પેટા-ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે, પાર્ટીએ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને નોમિનેટ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ મંગળવારે અહીં નોમિનેશનના ચાર સેટ ફાઇલ કરશે. ” આ બેઠક ભાજપના રાજ્યસભાના સભ્ય મદનલાલ સૈનીના નિધનને કારણે ખાલી છે. […]

Top Stories India
man રાજ્યસભા પેટાચૂંટણી: ત્રણ દાયકાઓથી આસામમાંથી ચૂંટાયેલા મનમોહનસિંઘ આજે નામાંકન ભરશે

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા પેટા-ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે, પાર્ટીએ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને નોમિનેટ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ મંગળવારે અહીં નોમિનેશનના ચાર સેટ ફાઇલ કરશે. ”

આ બેઠક ભાજપના રાજ્યસભાના સભ્ય મદનલાલ સૈનીના નિધનને કારણે ખાલી છે. જૂન માસમાં સૈનીનું અવસાન થયું હતું. રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસની બહુમતીને જોતા મનમોહન સિંઘની  રાજ્યસભાની પેટા-ચૂંટણીઓ જીતવાની પૂરી સંભાવના છે.

man1 રાજ્યસભા પેટાચૂંટણી: ત્રણ દાયકાઓથી આસામમાંથી ચૂંટાયેલા મનમોહનસિંઘ આજે નામાંકન ભરશે

રાજસ્થાન વિધાનસભાની કુલ 200 બેઠકો છે. તેમાંથી  હાલમાં બે બેઠક  ખાલી છે. કોંગ્રેસ પાસે 100 ધારાસભ્યો છે જ્યારે તેના ગઠબંધન સહયોગી રાષ્ટ્રીય લોક દળનો એક ધારાસભ્ય છે. ભારતીય જનતા પાર્ટી પાસે 72, બહુજન સમાજ પાર્ટી પાસે 6, ભારતીય જનજાતિ પક્ષ, સીપીઆઈ (એમ) અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પક્ષો બે-બે છે. અહીં 13 અપક્ષો છે અને બે બેઠકો ખાલી છે.

શાસક પક્ષ કોંગ્રેસને 12 અપક્ષો અને બસપાના છ ધારાસભ્યોનો ટેકો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ આશરે ત્રણ દાયકાથી આસામમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા રહ્યા. 1991 થી 2019 દરમિયાન તેઓ સતત પાંચ વખત રાજ્યસભાના સભ્ય અને 2004 થી 2014 સુધી બે વખત વડા પ્રધાન તરીકે રહ્યા હતા.

રાજ્યસભાના સદસ્ય તરીકે સિંઘનો કાર્યકાળ આ વર્ષે 14 જૂને પૂરો થયો હતો. તેમને ફરીથી નામાંકિત કરવામાં આવ્યા ન હતા, કારણ કે પક્ષમાં તેમને આસામથી મોકલવા માટે પૂરતું સંખ્યાબળ નહતું. રાજસ્થાનમાં રાજ્યસભા પેટા-ચુંટણી માટેના નામાંકન 14 ઓગષ્ટ સુધીમાં દાખલ કરી શકાશે. 26 ઓગસ્ટે મતદાન થશે. ગણતરી તે જ દિવસે થશે. રાજસ્થાનથી રાજ્યસભાની દસ બેઠકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.