Indian Army/ ચીનની આક્રમકતા પર ભારતની લગામ, સરહદ પર 130 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ શરૂ

ચીનની વિસ્તારવાદી નીતિઓ અને તેના આક્રમક વલણને જોતા ભારત સરકારે તેની સરહદની સુરક્ષાને વધુ મજબૂત કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે.

Top Stories India
Mantavyanews 2023 09 29T133531.496 ચીનની આક્રમકતા પર ભારતની લગામ, સરહદ પર 130 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ શરૂ

ચીનની વિસ્તારવાદી નીતિઓ અને તેના આક્રમક વલણને જોતા ભારત સરકારે તેની સરહદની સુરક્ષાને વધુ મજબૂત કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. ભારત સરકાર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દૌલત બેગ ઓલ્ડી લશ્કરી અડ્ડા સાથે જરૂરી વૈકલ્પિક જોડાણ માટે લદ્દાખ ક્ષેત્રમાં ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવાની આરે છે. આનાથી ચીનની સરહદ સુધી સૈનિકો અને પુરવઠો ઝડપી પહોંચવામાં સરળતા રહેશે.

દૌલત બેગ ઓલ્ડી એ ભારતનો ઉત્તરીય લશ્કરી મથક છે. જ્યાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી નવું બાંધકામ લગભગ પૂર્ણ થવાના આરે છે. તેના નિર્માણ સાથે સરહદ પર સૈનિકોની અવર-જવર અને હથીયારો અને લોજિસ્ટિક્સનો પુરવઠો ઝડપી બનશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, LACથી દૂર હોવાને કારણે આ પોસ્ટ ચીનની બાજુથી પણ દેખાતી નથી, જેનાથી ભારતને વ્યૂહાત્મક રીતે ફાયદો થશે. આ રોડ દૌલત બેગ ઓલ્ડીથી દાર્બુક સુધી બનાવવામાં આવશે.

સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત સરકારનો આ રોડ આ વર્ષના નવેમ્બર મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે. આ રોડ પૂર્ણ થઈ જશે, સૈનિકોની અવરજવર સરળ થઈ જશે. હાલમાં આ રોડના નિર્માણ કાર્યમાં 2000થી વધુ લોકો કામ કરી રહ્યા છે. નુબ્રા ખીણમાં કારાકોરમ પાસે સાસોમાથી ડીબીઓ સુધીના 130 કિમી લાંબા રસ્તાનું બાંધકામ તેના અંતિમ તબક્કામાં છે, બીઆરઓ હવે અહીં વહેતી શ્યોક નદી પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પુલ બાંધવા જઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલનો 255 કિમીનો દારબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી (DS-DBO) રોડ LACની નજીક આવેલો છે. લેહથી સાસોમા અને દારબુક બે અલગ-અલગ રોડ માર્ગો દ્વારા પહોંચી શકાય છે. પરંતુ આ નવા રોડના નિર્માણથી આ અંતર પણ ઘટશે. આપને જણાવી દઈએ કે લદ્દાખ સેક્ટરમાં ભારત અને ચીન વચ્ચે ત્રણ વર્ષના સીમા વિવાદ બાદ જ આવા રસ્તાઓની જરૂરિયાત અનુભવાઈ હતી. ત્યાર બાદ ભારત સરકારે સાસોમા-સાસેર લા-સાસર બ્રાંગસા-ગાપશાન-ડીબીઓ રોડ પર કામને વેગ આપ્યો.


આ પણ વાંચો: મહેસાણા/ બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો: અમદાવાદ/ વધુ એક હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચાલકે અનેક વાહનોને ઉલાળ્યા, જુઓ CCTV

આ પણ વાંચો: સુરત/ પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો