IND vs SA/ ભારતે જીતવા માટે દક્ષિણ આફ્રિકાને આપ્યો 180 રનનો ટાર્ગેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ આજે એટલે કે મંગળવારે ડૉ. વાય.એસ. ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમતા દક્ષિણ આફ્રિકાએ સતત ત્રીજી વખત ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી

Top Stories Sports
3 45 ભારતે જીતવા માટે દક્ષિણ આફ્રિકાને આપ્યો 180 રનનો ટાર્ગેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ આજે એટલે કે મંગળવારે ડૉ. વાય.એસ. ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમતા દક્ષિણ આફ્રિકાએ સતત ત્રીજી વખત ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી. જવાબમાં ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શાનદાર શરૂઆત બાદ ટીમ ઈન્ડિયા 5 વિકેટે 179 રન જ બનાવી શકી હતી. યજમાન ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડે 57 અને ઈશાન કિશને 54 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ અણનમ 31 રન બનાવ્યા હતા.

180 રનના ટાર્ગેટનો પુર્ણ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાને 23ના સ્કોર પર પહેલો ફટકો લાગ્યો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમા 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેનો કેચ અક્ષર પટેલે અવેશ ખાનના હાથે કરાવ્યો હતો. રીઝા હેન્ડ્રીક્સ અને ડ્વેન પ્રિટોરિયસ હાલમાં ક્રિઝ પર છે.