Not Set/ જમ્મુ-કાશ્મીર: ગુલામ નબી બાદ હવે સામ્યવાદી નેતાઓને શ્રીનગર જતાં અટકાવ્યાં

શ્રીનગર, સીપીઆઈ (એમ) ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ડી.રાજાને શ્રીનગર એરપોર્ટ પર  અટકાવવામાં આવ્યા છે. તેઓ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં તેમની પાર્ટીના સભ્યોને મળવા પહોંચ્યા હતા. આ અગાઉ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીર એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. સીતારામ યેચુરીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અમોને એક પરિપત્ર […]

Top Stories
aade 14 જમ્મુ-કાશ્મીર: ગુલામ નબી બાદ હવે સામ્યવાદી નેતાઓને શ્રીનગર જતાં અટકાવ્યાં

શ્રીનગર,

સીપીઆઈ (એમ) ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ડી.રાજાને શ્રીનગર એરપોર્ટ પર  અટકાવવામાં આવ્યા છે. તેઓ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં તેમની પાર્ટીના સભ્યોને મળવા પહોંચ્યા હતા. આ અગાઉ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીર એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા.

સીતારામ યેચુરીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અમોને એક પરિપત્ર બતાવવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે,  કોઈને શ્રીનગરમાં પ્રવેશ ન આપવામાં આવે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષા કારણોસર શહેરમાં પોલીસ સુરક્ષાની સાથે પણ પ્રવેશવાની મંજુરી નથી. અમે હજી પણ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

યેચુરી અને રાજાએ ગુરુવારે રાજ્યપાલ સત્ય પાલ મલિકને એક પત્ર લખીને તેમની મુલાકાત વિશે માહિતી આપી હતી અને તેમને શ્રીનગર પ્રવેશની મંજૂરી આપવા વિનંતી કરી હતી.

સીપીઆઈ (એમ) ના જનરલ સેક્રેટરી યેચુરીએ કહ્યું કે અમે બંનેએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલને પત્ર લખીને વિનંતી કરી છે કે અમારી યાત્રામાં કોઈ અવરોધ ન આવે. તેમ છતાય, અમારી અટકાયત કરવામાં આવી છે.  હું અહીં મારા બીમાર સાથીદાર અને અહીં શ્રીનગર ખાતે હાજર અમારા સાથીદારોને મળવા માંગતો હતો. એટલું જ નહીં, પરંતુ અમને પાછાદિલ્હી મોકલવામાં આવ્યા છે.

અત્રે નોધનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ અહીં પાર્ટી કેડર સાથે ખીણની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર સીતારામ યેચુરીને પાછા દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.