Pak-Sikh Attack/ પાકિસ્તાનમાં શીખો પર થયેલા હુમલા અંગે ભારતે PAK રાજદ્વારીને સમન્સ પાઠવ્યું, સખત વાંધો વ્યક્ત કર્યો

પાકિસ્તાનમાં શીખ સમુદાય પર થયેલા તાજેતરના હુમલા બાદ, ભારતે સોમવારે, 26 જૂને નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક વરિષ્ઠ રાજદ્વારીને બોલાવ્યા છે.

Top Stories World
Pak Sikh attack પાકિસ્તાનમાં શીખો પર થયેલા હુમલા અંગે ભારતે PAK રાજદ્વારીને સમન્સ પાઠવ્યું, સખત વાંધો વ્યક્ત કર્યો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં શીખ સમુદાય પર થયેલા Pak-Sikh attack તાજેતરના હુમલા બાદ, ભારતે સોમવારે, 26 જૂને નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક વરિષ્ઠ રાજદ્વારીને બોલાવ્યા છે. શનિવાર, 24 જૂનના રોજ, પાકિસ્તાનના પેશાવરમાં બંદૂકધારીઓએ મનમોહન સિંહ (35) નામના શીખ વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી.
કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP)એ આ ઘટનાની જવાબદારી લીધી છે. છેલ્લા 48 કલાકમાં પેશાવરમાં શીખ વ્યક્તિ પર હુમલાની આ બીજી ઘટના છે. ભારતે આ ઘટનાઓનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે કહ્યું છે કે પાકિસ્તાની સત્તાવાળાઓએ શીખ સમુદાય પરના આ હિંસક હુમલાઓની ઈમાનદારીથી તપાસ કરવી Pak-Sikh attack જોઈએ અને તપાસ રિપોર્ટ શેર કરવી જોઈએ. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાને તેના લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ, જેઓ ધાર્મિક અત્યાચારના સતત ભયમાં જીવે છે.

શું છે મામલો?
મનમોહન સિંઘ પેશાવરના ઉપનગર રશીદ ગઢીથી Pak-Sikh attack શહેરના વિસ્તાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કક્ષાલના ગુલદરા ચોક પાસે કેટલાક સશસ્ત્ર માણસોએ તેમના પર હુમલો કર્યો. એપ્રિલથી જૂન 2023 વચ્ચે પાકિસ્તાનમાં શીખો વિરુદ્ધ ચાર ઘટનાઓ બની છે. ભારતે આ ઘટનાઓને ગંભીરતાથી લીધી છે.

પેશાવર પોલીસે શું કહ્યું?
મનમોહન સિંહની હત્યાના મામલામાં પેશાવર પોલીસે Pak-Sikh attack જણાવ્યું છે કે કેટલાક શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. મનમોહન સિંહ વ્યવસાયે ‘હકીમ’ (યુનાની દવાના પ્રેક્ટિશનર) હતા. પોલીસે જણાવ્યું કે તેઓ હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધરપકડની નજીક પહોંચી ગયા છે.

ગત રોજ શીખ દુકાનદાર પર ગોળીઓ ચલાવવામાં આવી હતી
આ પહેલા શુક્રવારના રોજ પેશાવરના રશીદ ગઢી વિસ્તારમાં આ જ પેટર્ન સાથે શીખ દુકાનદાર તરલોક સિંહ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. એ જ રીતે હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા અને દુકાનમાં બેઠેલા તરલોક સિંહ પર ગોળીબાર કર્યો હતો. તરલોક સિંહને પગમાં ગોળી વાગી હતી. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે.

 

આ પણ વાંચોઃ Gopinath Temple/ બદ્રીનાથ અને કેદારનાથની વચ્ચે આવેલું ઐતિહાસિક મંદિર એક તરફ ઝૂકતા હડકંપ મચ્યો

આ પણ વાંચોઃ દુર્ઘટના/ અરવલ્લીમાં નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, સેફ્ટી વગર ઊંચાઈ પર કામ શ્રમિકનું મોત

આ પણ વાંચોઃ UPSTF/ UP STF એ એન્કાઉન્ટરમાં 1.25 લાખના ઈનામી બદમાશ ગુફ્રાનને ઠાર કર્યો

આ પણ વાંચોઃ Air India-Urinating/ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરીથી એક મુસાફરે પેશાબ કર્યો અને પછી થૂંક્યું

આ પણ વાંચોઃ PM Modi In Bhopa/ PM મોદીએ 5 વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી, ટ્રેનમાં વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત