Not Set/ ટ્વીટ અયોગ્ય કરે તેનો મતલબ એ નહી કે તેને જેલ ભેગો કરાય,SCએ પ્રશાંતને છોડી મુકવા આદેશ કર્યો

દિલ્હી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખનારા પત્રકાર પ્રશાંત કનૌજીયાની ધરપકડ નહીં કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.સુપ્રિમ કોર્ટે પ્રશાંતને તાત્કાલિક છોડી મુકવા પણ હુકમ કર્યો હતો. સુપ્રિમ કોર્ટની વેકેશન બેન્ચના જસ્ટીસ ઇંદિરા બેનર્જી અને અજય રસ્તોગીએ આદેશ આપતા એમ પણ જણાવ્યું કે પ્રશાંતની ધરપકડ અને રિમાન્ડ ગેરકાયદેસર છે જે […]

Top Stories India
aaaa 5 ટ્વીટ અયોગ્ય કરે તેનો મતલબ એ નહી કે તેને જેલ ભેગો કરાય,SCએ પ્રશાંતને છોડી મુકવા આદેશ કર્યો

દિલ્હી,

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખનારા પત્રકાર પ્રશાંત કનૌજીયાની ધરપકડ નહીં કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.સુપ્રિમ કોર્ટે પ્રશાંતને તાત્કાલિક છોડી મુકવા પણ હુકમ કર્યો હતો.

સુપ્રિમ કોર્ટની વેકેશન બેન્ચના જસ્ટીસ ઇંદિરા બેનર્જી અને અજય રસ્તોગીએ આદેશ આપતા એમ પણ જણાવ્યું કે પ્રશાંતની ધરપકડ અને રિમાન્ડ ગેરકાયદેસર છે જે વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ છે.

પોલિસની ફરિયાદ પછી પ્રશાંત કનૌજીયા ગુમ થઇ જતાં તેમની પત્નિ જીગીશાએ સુપ્રિમ કોર્ટમાં હેબિયસ કોર્પ્સ પીટીશન ફાઇલ કરી હતી.

મંગળવારે સુનાવણીમાં કોર્ટે કહ્યું કે નાગરિકના અધિકારોને હનન કરવામાં આવવું ના જોઇએ. તેમને સુરક્ષિત રાખવા જરૂરી છે.અદાલતે કહ્યું કે લોકોના વિચારો અલગ-અલગ હોઈ શકે છે પરંતુ તેના માટે ધરપકડ શું કામ કરવી?

સુપ્રીમ કોર્ટે પ્રશાંત કનૌજીયાની પત્નીને આ કેસ હાઇકોર્ટમાં લઇ જવા કહ્યું છે.સુપ્રીમ કોર્ટે આ દરમિયાન IPC ની કલમ 505 હેઠળ આ કેસની એફઆઈઆર દાખલ કરવા પર પણ પ્રશ્ન કર્યા છે. અદાલતે યુપી સરકારને પૂછ્યું છે કે આ ધરપકડ કઈ કલમ હેઠળ કરવામાં આવી છે.સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે અમે આવી ટ્વીટને માન્યતા નથી આપતાં પણ આવી ટ્વીટના કારણે તેને જેલ ના થવી જોઇએ.

પ્રશાંત પર ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સામે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. સોમવારેપ્રશાંતની પત્ની જિગિશા અરોરા કનૌજીયાએ ધરપકડ સામે અરજી દાખલ કરી હતી.

પત્રકાર અને એક્ટિવિસ્ટ પ્રશાંત કનૌજીયાને વારંવાર વાંધાજનક ટ્વીટ્ અને રિટ્વીટ કરવાના આરોપમાં શનિવારે સવારે દિલ્હીમાં ઉત્તર પ્રદેશ પોલીસે મંડવલીના તેમના ઘરમાંથી કસ્ટડી લીધા હતા.

સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કહ્યું છે કે પ્રશાંતની ધરપકડ ગેરકાનૂની છે. અરજી અનુસાર યુપી પોલીસે આ સંબંધમાં ન તો કોઈ એફઆઈઆર વિશે માહિતી આપી છે અને કોઈ ધરપકડ  માટે કોઈ માર્ગદર્શિકા પાલન કરવામાં આવ્યું નથી. તેના સિવાય ન તેમને દિલ્હીમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોઈ મેજીસ્ટ્રેટ પાસ રજુ કરવામાં આવ્યા.

આ પહેલા કનૌજીયાને સોમવારે માયાવતીનો પણ સાથ મળ્યો. માયાવતીએ કહ્યું કે એડીટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા આ મામલે સરકારની આલોચના કરી રહ્યું છે. પરંતુઆનાથી બીજેપી સરકારને કોઈ ફર્ક પડવાનો નથી.

માયાવતીએ સોમવારે ટ્વીટ કર્યું, “યુપી સીએમની સામે અવગણનાના સંબંધમાં લખનઉં પોલીસની તરફથી પોતે જ સંજ્ઞા લઈને પત્રકાર પ્રશાંત સહિત ત્રણની દિલ્હીમાં ધરપકડ પર એડીટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને અન્ય મીડિયાને ઘણી તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પરંતુ શું આનાથી બીજેપી અને તેની સરકારને કોઈ ફર્ક પડવાનો છે?

સોશિયલ મીડિયા પ;ર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ ટીપ્પણીને લઈને ધરપકડની પ્રક્રિયા જારી છે. તેની શરૂઆત પત્રકાર પ્રશાંતની ધરપકડથી થઇ છે. પ્રશાંતની ધરપકડને રાજનીતિક દળ અને સામજિક સંગઠન વિરોધ કરી રહ્યા છે.