Not Set/ દિલ્લી : ટ્રેક પર બેસીને પી રહ્યા હતા દારૂ, મોત બનીને આવી ટ્રેન

દિલ્લી હજુ તો અમૃતસર ટ્રેનની દુર્ઘટના નજર સામેથી ખસી નથી ત્યાં આવી બીજી દુર્ઘટના બની છે.દિલ્લીના નાંગલોઈ રેલ્વે સ્ટેશન પર રેલ્વે ટ્રેક પર ૩ લોકોને ટ્રેન કચડીને ચાલી ગઈ હતી. Delhi: Three people dead after being run over by a train near Nangloi railway station at around 7:30 am today; they were drinking alcohol on […]

Top Stories India Trending
24BG RAILWAY TRACK દિલ્લી : ટ્રેક પર બેસીને પી રહ્યા હતા દારૂ, મોત બનીને આવી ટ્રેન

દિલ્લી

હજુ તો અમૃતસર ટ્રેનની દુર્ઘટના નજર સામેથી ખસી નથી ત્યાં આવી બીજી દુર્ઘટના બની છે.દિલ્લીના નાંગલોઈ રેલ્વે સ્ટેશન પર રેલ્વે ટ્રેક પર ૩ લોકોને ટ્રેન કચડીને ચાલી ગઈ હતી.

સોમવારે સવારે સાત વાગ્યે ટ્રેન નંબર ૧૨૪૪૬ બિકાનેર-દિલ્લી એક્સપ્રેસ ટ્રેનના લીધે ૩ લોકો મોતને ભેટ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ત્રણ લોકો અહી ટ્રેક પર બેસીને દારૂ પી રહ્યા હતા. દારૂના નાશને લીધે તેમણે થોડી વાર પછી ખબર પડી કે સામેથી ટ્રેન આવી રહી છે. જો કે ખબર પડતાની સાથે જ તેઓએ ભાગવાની કોશિશ કરી હતી પરંતુ તેટલામાં તો ટ્રેને તેમને કચડી દીધા હતા.

મહત્વનું છે કે હજુ સુધી આ મૃતકોની ઓળખાણ થઇ નથી.

ઉલ્લેખનીય છે કે દેશમાં ટ્રેનની દુર્ઘટના થમવાનું નામ નથી લઇ રહી. હજુ થોડા દિવસ પહેલા અમૃતસરમાં  દશેરાના દિવસે રાવણ દહન માટે ભેગા થયેલા ટોળામાં રહેલા નિર્દોષ લોકોને ટ્રેન કચડીને ચાલી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૫૯ લોકોના મૃત્યુ અને ૭૦થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.