Not Set/ ઉત્તર પ્રદેશ : ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકોનાં મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 6 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 3 જેટલા લોકો ઘાયલ હોવાનું જણાવામાં અમલી રહ્યું છે. ઘણા લોકો હજી પણ કાટમાળ નીચે દબાયાની આશંકા છે. ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને આગ્રા મેડિકલ કોલેજમાં રિફર કરાયા હતા. બાકીની સારવાર એટા જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રાથમિક […]

Top Stories India
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 21 ઉત્તર પ્રદેશ : ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકોનાં મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 6 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 3 જેટલા લોકો ઘાયલ હોવાનું જણાવામાં અમલી રહ્યું છે. ઘણા લોકો હજી પણ કાટમાળ નીચે દબાયાની આશંકા છે. ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને આગ્રા મેડિકલ કોલેજમાં રિફર કરાયા હતા. બાકીની સારવાર એટા જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

New Project 38 ઉત્તર પ્રદેશ : ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકોનાં મોત, અનેક ઘાયલ

પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા ફેકટરીમાં થયેલા બ્લાસ્ટ પછી એક બે માળનું મકાન ધરાશાયી થયું છે. જ્યારે આસપાસના ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માત એટા જિલ્લાના મીરહાચી પોલીસ સ્ટેશન વિસ્તારના તકીયામાં થયો છે. અત્યાર સુધી 3 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે.

NBT

વિસ્ફોટમાં બે છોકરીઓ અને એક મહિલા સહિત ત્રણ લોકોનાં બળી અને મકાનના કાટમાળની નીચે દટાઈ જતાં મોત નિપજ્યાં છે. એવી આશંકા છે કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. કેટલાક લોકો હજી પણ કાટમાળ નીચે દટાયા હોવાની સંભાવના છે.

NBT

કહેવામાં આવી રહ્યું છે કે નીરેશ જાટવના ઘરની અંદર આ ફટાકડા બનવાની ફેક્ટરી ચાલી રહી હતી. નીરેશ જાટવ પાસે ફટાકડા બનવાનું લાઈસેંસ હતું. અકસ્માતની માહિતી મળ્યા બાદ એટા જિલ્લા અધિકારી સુખલાલ ભારતી અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક પોલીસ દળ અને તબીબોની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

etah 100 5 ઉત્તર પ્રદેશ : ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકોનાં મોત, અનેક ઘાયલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.