Stock Market/ ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસનો કારોબાર તેજી સાથે બંધ, રિલાયન્સ જિયો ફાઇનાન્શિયલમાં ઘટાડો

ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે તેજી સાથે બંધ થયું હતું. બેન્કિંગ, ઓટો અને મિડ કેપ શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી છે. જોકે, રિલાયન્સની એજીએમના દિવસે રિલાયન્સ અને જિયો ફાયનાન્સિયલ સર્વિસિસનો સ્ટોક ડાઉન થઈ ગયો હતો.

Top Stories Business
Stock market historical high 1 ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસનો કારોબાર તેજી સાથે બંધ, રિલાયન્સ જિયો ફાઇનાન્શિયલમાં ઘટાડો

મુંબઈઃ ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ Stock Market કારોબારી દિવસે તેજી સાથે બંધ થયું હતું. બેન્કિંગ, ઓટો અને મિડ કેપ શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી છે. જોકે, રિલાયન્સની એજીએમના દિવસે રિલાયન્સ અને જિયો ફાયનાન્સિયલ સર્વિસિસનો સ્ટોક ડાઉન થઈ ગયો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 110 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 40 પોઈન્ટના વધારા સાથે બંધ થયા છે.

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ Stock Market એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા. જ્યારે આઈટી, એફએમસીજી, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધ્યા અને 13 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50માંથી 29 શેરો ઉછાળા સાથે અને 21 ઘટાડા સાથે બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

આજના વેપારમાં શેરબજારમાં ઉછાળા બાદ રોકાણકારોની Stock Market સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધીને રૂ. 307.89 લાખ કરોડ થઈ છે, જે તેના પ્રથમ સત્રમાં રૂ. 306.74 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.15 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે.

તેજીવાળા શેરો

આજના કારોબારમાં પાવર ગ્રીડ 2.50 ટકા, Stock Market લાર્સન 2.09 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ. 1.95 લાખ કરોડ, HDFC બેન્ક 1.01 ટકા, સન ફાર્મા 0.89 ટકા, મારુતિ સુઝુકી 0.87 ટકા, એક્સિસ બેન્ક 0.68 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ટકા જ્યારે રિલાયન્સ 1.11 ટકા, નેસ્લે 0.97 ટકા, એચસીએલ ટેક 0.67 ટકા, ટાઇટન કંપની 0.59 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

 

આ પણ વાંચોઃ સંબંધો લજવાયા/આવા સસરા પર તમે ફીટકાર વરસાવશો,જાણો જૂનાગઢના કળીયુગી સસરાનું કૃત્ય

આ પણ વાંચોઃ ક્રાઈમ/બુરખો પહેરી મહિલા PSI હૈદરાબાદ પહોચ્યા…જાણો સુરતમાં 5 વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીઓ કંઇ રીતે પકડાયા

આ પણ વાંચોઃ Bhavnagar three brother drown/ભાવનગરની માલણ નદીમાં ત્રણ સગા ભાઈઓ ડૂબતા ચકચાર

આ પણ વાંચોઃ કોંગ્રેસના સરકાર પર ગંભીર આક્ષેપ/3900 કરોડના કૌભાંડના આક્ષેપ અંગે ઋષિકેશ પટેલનો પલટવાર

આ પણ વાંચોઃ ગાંધીનગર/ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ