India vs England/ ઈંગ્લેન્ડ સામેની ધર્મશાલા ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓ સદી ફટકારી શકે છે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા જ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ માટે બોલર અને બેટ્સમેન સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.

Trending Sports
Beginners guide to 2024 03 03T114249.243 ઈંગ્લેન્ડ સામેની ધર્મશાલા ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓ સદી ફટકારી શકે છે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા જ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ માટે બોલર અને બેટ્સમેન સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. બંને ટીમો વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાલા મેદાન પર રમાશે. ધર્મશાલાના મેદાન પર અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે જીત મેળવી હતી. પરંતુ અત્યાર સુધી ધરમશાલા મેદાન પર ટેસ્ટ મેચમાં કોઈ ભારતીય બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી. પરંતુ ભારતીય બેટ્સમેનો જે પ્રકારના ફોર્મમાં છે. તેની સાથે આ વખતે ભારત આ મેદાન પર સદી ફટકારી શકે છે.

આ ખેલાડીઓએ સૌથી વધુ રન બનાવ્યા હતા

ધર્મશાલા મેદાન પર સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ કેએલ રાહુલના નામે છે. રાહુલે ધર્મશાલાના મેદાન પર 111 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે 84 રન સાથે બીજા સ્થાને છે. રવિન્દ્ર જાડેજા 63 રન સાથે ત્રીજા સ્થાને છે. કેએલ રાહુલ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ધરમશાલા મેદાન પર ટેસ્ટ મેચમાં બે અડધી સદી ફટકારી છે.

ઉમેશ યાદવે સૌથી વધુ વિકેટ લીધી હતી

ઉમેશ યાદવે ધર્મશાલાના મેદાન પર સૌથી વધુ વિકેટ લીધી છે. ઉમેશે એક ટેસ્ટ મેચ રમીને કુલ 5 વિકેટ પોતાના નામે કરી છે. પરંતુ તે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ રહ્યો છે. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ચાર-ચાર વિકેટ લીધી છે.

ભારતીય ટીમ પહેલા જ શ્રેણી જીતી ચૂકી છે

પાંચમી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કેએલ રાહુલ સંપૂર્ણપણે ફિટ નથી. આ કારણોસર તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. રજત પાટીદાર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આ કારણોસર તેને પાંચમી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે. છેલ્લી ટેસ્ટ મેચ જીતીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર-1નો તાજ જાળવી રાખવા ઈચ્છશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત