#TokyoOlympic2021/ કુશ્તીમાં ભારતનું ગોલ્ડનું સપનુ રોળાયું, બજરંગ પુનિયાને મળી સેમિફાઇનલમાં હાર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું સપનુ એકવાર ફરી રોળાયું છે. ભારતનાં બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં હારી ગયા છે. ભારતનાં બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં હારી ગયા છે.

Top Stories Sports
ભારતનું
  • ઓલિમ્પિકમાં બજરંગ પુનિયા સેમિફાઇનલની બાજી હાર્યો
  • એઝરબૈજાનના કુશ્તીબાજ સામે પરાજિત
  • હવે બ્રોન્ઝ માટે આવતીકાલે મુકાબલો
  • અજીયેવ સામે 12-5થી બજરંગ પુનિયાની હાર
  • ગોલ્ડનું સપનું રોળાયું, હવે બ્રોન્ઝ માટે મેચ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું સપનુ એકવાર ફરી રોળાયું છે. ભારતનાં બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં હારી ગયા છે. સેમિફાઇનલમાં, બજરંગને ઓલિમ્પિક મેડલ વિજેતા અને ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન અઝરબૈજાનનાં હાજી અલીયેવ એ 12-5થી હરાવ્યો છે. બે વર્ષ પહેલા બજરંગે પ્રો રેસલિંગ લીગમાં અલીયેવને હરાવ્યો હતો.

11 156 કુશ્તીમાં ભારતનું ગોલ્ડનું સપનુ રોળાયું, બજરંગ પુનિયાને મળી સેમિફાઇનલમાં હાર

આ પણ વાંચો – IND vs ENG / કોહલીની વિકેટ લીધા બાદ અનિલ કુમ્બલેને યાદ કરવા લાગ્યો Anderson

કુસ્તીમાં ભારત માટે ગોલ્ડની મોટી આશાઓ પર હવે પાણી ફેરવાઇ ગયુ છે. બજરંગ પુનિયા સેમી ફાઇનલ મેચમાં હારી ગયા છે. ભારતીય કુસ્તીબાજ બજરંગને 5-12થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બજરંગ 7 ઓગસ્ટે બ્રોન્ઝ મેડલ માટે લડશે. આ ઠીક તેે જ સ્થિતિ છેે જેે 86 કિલોગ્રામ કેટેગરીમાં દીપક પુનિયાની હતી. રેપચેજ રાઉન્ડનો વિજેતા બજરંગ પુનિયા સાથે બ્રોન્ઝ માટે ટકરાશે. જણાવી દઇએ કે, કુસ્તીમાં ભારતનાં મેડલની સૌથી મોટી આશા બજરંગ પુનિયા સેમિફાઇનલમાં અઝરબૈજાનનાં હાજી અલીયેવ સામે ટક્કર લીધી હતી. 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલનાં છેલ્લા ચાર મુકાબલામાં, બજરંગ દોડતા અખાડામાં ઉતર્યા અને શરૂમાં બંનેએ પ્રથમ મિનિટ સુધી કોઇ દાવ લગાવ્યો નહીં.

આ પણ વાંચો – #TokyoOlympic2021 / ભારતીય પહેલવાન બજરંગ પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં, ઇરાની ખેલાડીને આપી મ્હાત

ત્યારબાદ, અલીયેવ એ હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બજરંગનો બચાવ સારો રહ્યો હતો અને એક મિનિટ ફરીથી આવી જ રીતે નિકળી ગઇ હતી. આ પછી બજરંગે એક પોઈન્ટ લીધો પણ તે જ ક્ષણે તેણે 2 પોઈન્ટ પણ ગુમાવ્યા. અત્યાર સુધીમાં અલીયેવનો એટેક વધી ગયો હતો અને તેણે ફરીથી પહેલાની જેમ 2 વધુ પોઈન્ટ મેળવ્યા હતા. અલીયેવ એ ચપળતા વાપરી અને બજરંગ પુનિયાનાં પગ પર એટેક કર્યો અને બાદમાં તેનેે થોડી સફળતા મેળવી. બજરંગ આ રાઉન્ડમાં 1-4થી પાછળ હતો. બીજા રાઉન્ડમાં બજરંગ તેના એટેકમાં ફસાઈ ગયો હતો અને તેણે ફરીથી બે પોઈન્ટ ગુમાવ્યા હતા. આ મામલો અહીં અટક્યો નહીં કારણ કે અલીયેવ એ બજરંગને પોતાની પકડમાં રાખ્યો અને 2 વધુ પોઈન્ટ મેેળવ્યા હતા અને મેચ ભારતીય સ્ટારનાં હાથમાંથી બહાર જતી હોય તેવું લાગ્યું હતુ. આગામી ક્ષણોમાં, બંનેએ 1-1 પોઇન્ટ મેળવ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…