Not Set/ Update/ ભારતનાં GDP ની અસર પડી રહી છે વૈશ્વિક બજાર પર : IMF ચીફ ઇકોનોમિસ્ટ

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ કહ્યું છે કે, આ વર્ષે વૈશ્વિક વિકાસ દર ખૂબ ઓછો આવે તેવી સંભાવના છે. વળી, તેણે ભારતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનાં અંદાજને પણ નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે. ભારતને કહેવામાં આવ્યું છે કે તેનો કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દર ફક્ત 4.8 ટકા જ રહેશે. આઇએમએફએ કહ્યું કે, તેણે વિશ્વની વૃદ્ધિની આગાહી ઘટાડવી […]

Top Stories Business
Globle Growth Rate Update/ ભારતનાં GDP ની અસર પડી રહી છે વૈશ્વિક બજાર પર : IMF ચીફ ઇકોનોમિસ્ટ

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ કહ્યું છે કે, આ વર્ષે વૈશ્વિક વિકાસ દર ખૂબ ઓછો આવે તેવી સંભાવના છે. વળી, તેણે ભારતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનાં અંદાજને પણ નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે. ભારતને કહેવામાં આવ્યું છે કે તેનો કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દર ફક્ત 4.8 ટકા જ રહેશે. આઇએમએફએ કહ્યું કે, તેણે વિશ્વની વૃદ્ધિની આગાહી ઘટાડવી પડી હતી કારણ કે ભારત અને તેના જેવા અન્ય ઉભરતા દેશોમાં સુસ્તી બનેલી છે. આઇએમએફએ દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ) ની બેઠક દરમિયાન આ અંદાજ બહાર પાડ્યો હતો.

એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતાં આઇએમએફનાં ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું કે, વૈશ્વિક વૃદ્ધિનાં અંદાજમાં 80 ટકાનાં ઘટાડા માટે ભારત જવાબદાર છે. તેમણે કહ્યું કે, આઇએમએફ દ્વારા વર્ષ 2019 માટે વૈશ્વિક વૃદ્ધિ દર 2.9  ટકા અને 2020 માટે 3.3 ટકા રહેવાની સંભાવના છે. જે ઓક્ટોબરનાં અંદાજ કરતાં 0.1% ઓછો છે. આનો મોટાભાગનો હિસ્સો ભારત માટેનાં અમારા ડાઉનગ્રેડથી આવે છે, જે બંને વર્ષો માટે આવશ્યક હતો.

આપને જણાવી દઇએ કે, ભારતની જીડીપીનાં નીચે આવવાની અસર સમગ્ર વિશ્વને અસર થઈ રહી છે. આ કોઇ અન્ય નહી પણ આઇએમએફનાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથનું કહેવું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે વિશ્વનાં અર્થશાસ્ત્રમાં ભારતની ખૂબ મહત્વની ભૂમિકા છે. જો ભારતનો જીડીપી ઘટશે, તો તે આખા વિશ્વનાં આર્થિક વિકાસને અસર કરશે.

ગીતા ગોપીનાથ કહે છે કે આ કારણે અમે વૈશ્વિક અંદાજમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. આપને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતીય જીડીપી વૃદ્ધિને મોટો ઝટકો આપ્યો છે. તેણે 2019-20 નાણાકીય વર્ષ માટે ભારતીય જીડીપી વૃદ્ધિ દરને 4.8 ટકા પર લાવી દીધો છે.

જો કે, 2020 માં જીડીપી દર 5.8 ટકા રહેવાનો અંદાજ છે. આ રીતે, આઇએમએફએ 160 બેસિસ પોઇન્ટ એટલે કે 1.6 ટકા ઘટાડ્યો છે. આઇએમએફએ કહ્યું છે કે, ભારત અને તેના જેવા અન્ય ઉભરતા દેશોમાં સુસ્તી હોવાને કારણે વિશ્વની વૃદ્ધિનાં અનામાનમાં ઘટાડો કરવો પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.