CWG 2022/ ભારતના લવપ્રીત સિંહે વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતના લવપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2022ની મેન્સ 109 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

Top Stories Sports
લવપ્રીત

ભારતીય વેઈટ લિફ્ટર લવપ્રીત સિંહે (Lovepreet Singh) કોમનવેલ્થ ગેમ્સ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં પુરુષોની 109 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે 6માંથી તમામ 6 લિફ્ટ ક્લીન કરી. આ પહેલા મંગળવારે વિકાસ ઠાકુરે પણ પુરુષોની વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

લવપ્રીત સિંહે પુરૂષોની 109 કિગ્રા કેટેગરીમાં સ્નેચમાં 163 કિગ્રા વજન ઉપાડ્યું જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 192 કિગ્રા વજન ઉપાડીને કુલ 355 કિગ્રાની લિફ્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો.

કેમેરૂનની જુનિયર પેરાસિલેક્સ અહીં ટોચ પર, તેણે કુલ 361 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ સમયે, સમોઆની હિટિલા ઓપેલોસ બીજા નંબર પર હતી, જેણે કુલ 358 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

24 વર્ષીય લવપ્રીત સિંહે અગાઉ 2021 કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે 2017માં એશિયન યુથ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અને જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપની 105 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

આ પણ વાંચો:તાઈવાનથી રવાના થયા નૈંસી પેલોસી, ગુસ્સામાં ચીન કરી રહ્યું છે સૈન્ય અભ્યાસ, કહ્યું- મળશે સજા

આ પણ વાંચો:ઘઉં પછી સર્જાઈ શકે છે ચોખાનું સંકટ, વરસાદના અભાવે ડાંગરની વાવણી ઘટી!

આ પણ વાંચો:ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ​​થતાં 95 લોકો હોસ્પિટલમાં દાખલ, ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂબંધીએ હવે દંભનીતિ!સમય આવી ગયો છે બદલાવનો,અથથી ઇતિ સુધી જાણો …