ગુજરાત/ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં વાપસી

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના પોતાના પક્ષના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. કહેવાઈ રહ્યું છે કે ઈશુદાનનું નામ જાહેર થતાની સાથે જ આપના ઘણા નેતાઓ નારાજ થયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના આપના સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ છોડીને આપમાં જોડાયેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુની નારાજગી સામે આવી છે. […]

Top Stories Gujarat Others
ઈન્દ્રનીલ રાજ્યગુરુની

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના પોતાના પક્ષના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. કહેવાઈ રહ્યું છે કે ઈશુદાનનું નામ જાહેર થતાની સાથે જ આપના ઘણા નેતાઓ નારાજ થયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના આપના સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ છોડીને આપમાં જોડાયેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુની નારાજગી સામે આવી છે. હાલ મળી રહેલા મોટા સમાચાર અનુસાર ઈન્દ્રનીલ રાજ્યગુરુની ફરી ઘર વાપસી થઇ છે તેઓ આપમાંથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

આમ આદમી પાર્ટીએ જ્યાં ઇશુદાન ગઢવીને આપના સીએમ પદના ચહેરા તરીકે જાહેર કર્યા છે એવામાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપનું ઝોડુ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આપના મોટા નેતા કોંગ્રેસમાં સામેલ થતા આમ આદમી પાર્ટીને મોટો ઝડકો મળ્યો છે.

ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં જે રીતનો ભડકો સામે આવ્યો છે, તે જોતાં ગુજરાતમાં તેના માટે ભાજપને પડકારવું ઘણું અઘરું સાબિત થઈ શકે છે. સંગઠન ક્ષેત્રમાં મજબૂતી વિના ભાજપને હરાવવું મુશ્કેલ છે, ત્યારે આપ જો તેનું સંગઠન સાચવી નહીં શકે તો આ ચૂંટણીમાં ત્રીજો વિકલ્પ બનવાની તેની મહેનત પર પાણી ફરી વળશે.

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેન ઢોર સાથે અથડાયા બાદ RPFએ ગામના સરપંચોને નોટિસ આપવાનું કર્યું શરૂ

આ પણ વાંચો:રાહુલ ગાંધી સહિત ત્રણ લોકો વિરુદ્ધ કેસ, જાણો શું છે KGF-2 ફિલ્મ સાથે સંબંધ

આ પણ વાંચો:મચ્છરોથી ભરેલી બોટલ લઈને કોર્ટમાં પહોંચ્યો ગેંગસ્ટર, અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથીએ જજને કહી આ વાત