Not Set/ ભારતને ઘેરવા માટે ડ્રેગન ચાલી રહ્યું છે નવી ચાલ, જુઓ

ચીન ભારતને આર્થિક કોરિડોર સીપીઈસીના મુદ્દે ભારતને ઘેરવા માટે એક નવી ચાલ ચાલી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેના સીપીઈસીના પ્રોજેક્ટ બાદ ડ્રેગન હવે ભારતના પાડોશી દેશ અફગાનિસ્તાનને પોતાના પ્રોજેક્ટમાં સામેલ કરવાની કોશિશ કરી રહ્યું છે. સીપીઈસી પ્રોજેક્ટ મુદ્દે રાજધાની બીજિંગમાં ચીન, પાકિસ્તાન અને અફગાનિસ્તાનના વિદેશ મંત્રીઓની ત્રિપક્ષીય વાર્તા થઇ હતી. આ વાતચીતમાં આ પ્રોજેક્ટને […]

World
ભારતને ઘેરવા માટે ડ્રેગન ચાલી રહ્યું છે નવી ચાલ, જુઓ

ચીન ભારતને આર્થિક કોરિડોર સીપીઈસીના મુદ્દે ભારતને ઘેરવા માટે એક નવી ચાલ ચાલી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેના સીપીઈસીના પ્રોજેક્ટ બાદ ડ્રેગન હવે ભારતના પાડોશી દેશ અફગાનિસ્તાનને પોતાના પ્રોજેક્ટમાં સામેલ કરવાની કોશિશ કરી રહ્યું છે.

સીપીઈસી પ્રોજેક્ટ મુદ્દે રાજધાની બીજિંગમાં ચીન, પાકિસ્તાન અને અફગાનિસ્તાનના વિદેશ મંત્રીઓની ત્રિપક્ષીય વાર્તા થઇ હતી. આ વાતચીતમાં આ પ્રોજેક્ટને અફગાનિસ્તાન સુધી પહોચાડવાની ચર્ચા થઇ હતી. પાકિસ્તાન અને અફગાનિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું, “અફઘાનિસ્તાનમાં લોકોના જીવનનો વિકાસ અને સુધારણા કરવી જરુરી જરૂરિયાત છે. આશા છે કે, અફઘાનિસ્તાનમાં આ ઇન્ટર-કનેક્ટિવિટી પહેલનો સમાવેશ થઇ શકે છે. તેથી ચીન અને પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં આર્થિક વિસ્તરણ માટે સિદ્ધાંતોને આધારે મદદની દિશામાં જોઈ રહ્યા છે”.