Not Set/ અમેરિકાએ ચીન પર લગાવ્યો 25 ટકા આયાત ટેક્સ: વ્યાપાર યુદ્ધના સંકેત

અમેરિકી વ્યાપાર નુકસાન ઓછુ કરવાનું વચન આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શુક્રવારે ચીનથી આવનારા 50 બીલીયન ડોલરના સામાન પર 25 ટકા ટેક્સ લગાવવાની મંજુરી આપી છે. આ ફેસલાથી દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વ્યાપાર યુદ્ધ છેડાઈ જવાની સંભાવનાઓ વધી ગઈ છે. આ ફેસલા પર ટ્રમ્પએ કહ્યું કે તેઓ એમની પ્રતિજ્ઞાનું પાલન કરી રહ્યા છે […]

Top Stories World
2754966 અમેરિકાએ ચીન પર લગાવ્યો 25 ટકા આયાત ટેક્સ: વ્યાપાર યુદ્ધના સંકેત

અમેરિકી વ્યાપાર નુકસાન ઓછુ કરવાનું વચન આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શુક્રવારે ચીનથી આવનારા 50 બીલીયન ડોલરના સામાન પર 25 ટકા ટેક્સ લગાવવાની મંજુરી આપી છે. આ ફેસલાથી દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વ્યાપાર યુદ્ધ છેડાઈ જવાની સંભાવનાઓ વધી ગઈ છે. આ ફેસલા પર ટ્રમ્પએ કહ્યું કે તેઓ એમની પ્રતિજ્ઞાનું પાલન કરી રહ્યા છે અને એમણે આ પગલું ચીનના અનુચિત વ્યાપાર વ્યવહાર ના કારણે ઉઠાવ્યું છે. એમણે ચીન પર અમેરિકી પ્રોદ્યોગિક અને બૌદ્ધિક સંપદા નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે.

170115090643 xi jinping donald trump split super tease અમેરિકાએ ચીન પર લગાવ્યો 25 ટકા આયાત ટેક્સ: વ્યાપાર યુદ્ધના સંકેત

વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિએ ચીન પર લગાવવામાં આવેલા ટેક્સની પ્રશંસા કરી હતી. એમણે કહ્યું કે તમને બધાને ખબર છે કે આપણી પાસે સીલીકોન વેલીમાં મહાન બૌદ્ધિક શકતી છે અને ચીન સાથે બીજા લોકો એ રહસ્યોની ચોરી કરી રહ્યા છે. અમે એ રહસ્યોને પૂરી રીતે બચાવી લઈશું. બંને દેશો વચ્ચે ઘણાં લાંબા સમયથી અનુચિત વ્યાપાર થઇ રહ્યો છે. હવે આ સ્થિતિ લાંબા સમય સુધી ના ચાલી શકે. જોકે ટ્રમ્પના આ ફેસલા પર ઔદ્યોગિક જગત નિરાશ છે. એમનું કહેવાનું છે કે ચીન પર ટેક્સ વધારાનો માર આખરે તો અમેરિકી નાગરિકોને જ ભોગવવો પડશે.

152675915426769400 અમેરિકાએ ચીન પર લગાવ્યો 25 ટકા આયાત ટેક્સ: વ્યાપાર યુદ્ધના સંકેત

જયારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે આના કારણે બંને દેશો વચ્ચે વ્યાપાર યુદ્ધ નહિ થાય? તો એમણે જવાબ આપ્યો કે કોઈ વ્યાપાર યુદ્ધ નથી. એમણે પહેલા જ ખુબ વધારે લઇ લીધું છે. ટ્રમ્પએ જણાવ્યું કે  જે ઉત્પાદો પર ટેક્સ લગાવવામાં આવ્યો છે એ બધા ચીનની મેડ ઇન ચીન 2025 સાથે જોડાયેલી રણનીતિ હેઠળ આવે છે. જેનો હેતુ ઉભરતા ઉદ્યોગો પર દબદબો બનાવવાનો છે. આનાથી ચીનને તો આર્થીક વૃદ્ધિ મળશે પરંતુ અમેરિકા સહીત બીજા દેશોની આર્થિક વૃદ્ધિ પ્રભાવિત થશે. અમેરિકા દ્વારા લગાવાયેલા ટેક્સ  અંતર્ગત 1102 ચીની ઉત્પદોનો આવશે જેની વાર્ષિક કિંમત 50 બિલિયન ડોલર છે.

105031882 અમેરિકાએ ચીન પર લગાવ્યો 25 ટકા આયાત ટેક્સ: વ્યાપાર યુદ્ધના સંકેત

 

અમેરિકાની સરકાર દ્વારા લગાવવામાં અવળા ટેક્સ 6 જુલાઈથી લાગુ કરી દેવામાં આવશે. ટ્રમ્પનું કહેવાનું છે કે હાલમાં અમેરિકાનું ચીન સાથેનું વ્યાપાર નુકસાન 370 અરબ ડોલરથી પણ વધારે છે. ટ્રમ્પએ ચીનને ચેતવણી આપતા કહ્યું કે જો એમના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવશે તો વધારે ટેક્સ લગાવવામાં આવશે. જોકે, ટ્રમ્પએ એવું પણ કહ્યુ કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દોસ્તી અને ચીન સાથે અમેરિકાના સંબંધો બંને એમના માટે મહત્વપૂર્ણ છે.