Not Set/ દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવીનું અંતરીક્ષમાં સફળ પ્રયાણ

ફ્લોરીડા, બુધવારે અમેરિકાએ દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી એવું ફાલ્કન હેવીને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ફાલ્કન હેવી રોકેટએ અમેરિકાની અંતરીક્ષની પ્રાઇવેટ કંપની સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. ભારતીય સમય પ્રમાણે આ રોકેટ ૨ વાગીને ૨૫ મિનિટે લોન્ચ કરવામાં આવ્યું હતું. ૬૩.૮ ટન વજન ધરાવતા રોકેટને સફળતાપૂર્વક અંતરીક્ષમાં મોકલીને નવો રેકોર્ડ નોંધાવી ઈતિહાસ રચ્યો છે. આ રોકેટને ફ્લોરીડા […]

World
rocket દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવીનું અંતરીક્ષમાં સફળ પ્રયાણ

ફ્લોરીડા,

બુધવારે અમેરિકાએ દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી એવું ફાલ્કન હેવીને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ફાલ્કન હેવી રોકેટએ અમેરિકાની અંતરીક્ષની પ્રાઇવેટ કંપની સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. ભારતીય સમય પ્રમાણે આ રોકેટ ૨ વાગીને ૨૫ મિનિટે લોન્ચ કરવામાં આવ્યું હતું.

rocket.. દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવીનું અંતરીક્ષમાં સફળ પ્રયાણ

૬૩.૮ ટન વજન ધરાવતા રોકેટને સફળતાપૂર્વક અંતરીક્ષમાં મોકલીને નવો રેકોર્ડ નોંધાવી ઈતિહાસ રચ્યો છે. આ રોકેટને ફ્લોરીડા શહેરના જોન એફ કેનેડી સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, ફાલ્કન હેવી રોકેટએ ૨૩૦ ફૂટ લાંબુ અને ૨૭ મર્લિન એન્જીન ધરાવે છે. દુનિયાભરના અત્યાર સુધીના તમામ રોકેટ કરતા સૌથી વધુ વજન ધરાવનારું આ રોકેટ છે.

rockett દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવીનું અંતરીક્ષમાં સફળ પ્રયાણ

ફાલ્કન રોકેટની સાથે એક સ્પોર્ટ્સ કાર રોડસ્ટરને  પણ મોકલવામાં આવી છે. આ કારનું નિર્માણ ટેસ્લા કંપનીએ કર્યું છે. અંતરીક્ષના સુંદર ચિત્રોને કેદ કરી શકે તે માટે કારમાં ત્રણ કેમેરા પણ ફીટ કરાવાયા  છે.

પ્રથમ વાર અમેરિકામાં એવું બન્યું છે, કે આ રોકેટ એ કોઈ પણ પ્રકારની સરકારી મદદ લીધા વિના પ્રાઇવેટ કંપની દ્વારા બનાવાયું છે. આ રોકેટ જોડેથી નાસાને ઘણી આશા છે.

1400 દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવીનું અંતરીક્ષમાં સફળ પ્રયાણ

દુનિયાનું સૌથી શક્તિશાળી ફાલ્કન હેવી રોકેટને સ્લાના બીલેનીયાર એલન મસ્કની કમ્પની સ્પેસએક્સએ બનાવ્યું છે. ભવિષ્યમાં પણ આ રોકેટની મદદથી લોકોને ચંદ્ર અને મંગળ ગ્રહ પર મોકલી શકાશે.

મહત્વનું છે, કે આ રોકેટનું વજન પેસેન્જર્સથી ભરેલા ૭૩૭ જેટ એરોપ્લેનથી પણ વધારે છે.

rockettrr દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવીનું અંતરીક્ષમાં સફળ પ્રયાણ

એલન મસ્કના જણાવ્યા પ્રમાણે, તે ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી 11 કિમી/સેકન્ડની સ્પીડથી ચાલશે.

મહત્વનું છે કે રશિયનજાપાનીઝ અને યુરોપિયન સ્પેસ એજન્સીઓ પણ આ ટેક્નોલોજી પર કામ કરી રહી છેહાલમાં પણ તેઓ કામ કરી રહ્યા છે.

આ રોકેટની સૌથી મોટી બાબત એ છે, કે તેને એકથી વધુ વખત ઉપયોગમાં લઇ શકાશે. સ્પેસમાં કોઈ સેટેલાઈને મોકલવા માટે રોકેટની મદદ લેવાય છે. આ રોકેટ માત્ર એક જ વાર ઉપયોગમાં લઇ શકાય છે જેના કારણે સૌથી વધારે ખર્ચો તો રોકેટ બનાવવામાં જ થઇ જાય છે.