Not Set/ ઇરાને અમેરિકન જાસૂસી ડ્રોન તોડી પાડ્યું, ખાડીમાં ફરી તણાવની સ્થિતિ

અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલી માંઠાગાઠ વધુ એક ખાડી યુદ્ધનાં ભણકારા વગાડી રહી છે. અમેરિકા ઇરાનને અણું સંઘીનું ઉલ્લેઘન કરી છુટ કરતા વધુ યુરેન્યમ રાખવા મામલે પહેલેથી જ સાણસામા લઇ રહ્યું છે. આર્થિક રીતે લાગે તેટલી ભીંસ લગાવ્યા બાદ હવે જગત જમાદાર પોતાની લશ્કરી તાકાતનો ઉપયોગ કરી રહ્યું છે. હેલમાં જ ઇરાન વિસ્તારમાં અમેરિકા […]

Top Stories World
plane ઇરાને અમેરિકન જાસૂસી ડ્રોન તોડી પાડ્યું, ખાડીમાં ફરી તણાવની સ્થિતિ

અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલી માંઠાગાઠ વધુ એક ખાડી યુદ્ધનાં ભણકારા વગાડી રહી છે. અમેરિકા ઇરાનને અણું સંઘીનું ઉલ્લેઘન કરી છુટ કરતા વધુ યુરેન્યમ રાખવા મામલે પહેલેથી જ સાણસામા લઇ રહ્યું છે. આર્થિક રીતે લાગે તેટલી ભીંસ લગાવ્યા બાદ હવે જગત જમાદાર પોતાની લશ્કરી તાકાતનો ઉપયોગ કરી રહ્યું છે. હેલમાં જ ઇરાન વિસ્તારમાં અમેરિકા દ્રારા લશ્કરનાં જવાનોનો ખડકલો કર્યો હતો. તો આજે ફરી અમેરિકા દ્રારા ઇરાનમાં જાસૂસી ડ્રોન ઉડાળવામાં આવ્યું હતુ.જોકે, સામે ઇરાને આ ડ્રોન તોડી પાડ્યું છે.

plan ઇરાને અમેરિકન જાસૂસી ડ્રોન તોડી પાડ્યું, ખાડીમાં ફરી તણાવની સ્થિતિ

ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે દાવો કર્યો છે કે તેમણે અમેરિકાનું એક જાસૂસી ડ્રોન તોડી પાડ્યું છે. ઇરાની સેનાએ દાવો કર્યો છે કે, અમેરિકી લશ્કરના ડ્રોને તેમના વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કરીને તેમના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ તેને તોડી પડવામાં આવ્યું હતું.

ઇરાનની સરકારી ટીવી ચેનલે જણાવ્યું હતું કે, અમેરિકામાં નિર્માણ પામેલા ગ્લોબલ હૉક સર્વેલન્સ ડ્રોનને તેમની વાયુસેનાએ તોડી પાડ્યું છે. આ ડ્રોનને દક્ષિણી તટીય પ્રાંત હોર્મોઝ્ગાનમાં તોડી પાડવામાં આવ્યું હતું. આ એ જ પ્રાંત છે જ્યાં ઓઇલ ટેન્કર પર હુમલો થયો હતો. જો કે સરકારી ટીવી ચેનલે ડ્રોનની કોઇ તસવીર જાહેર કરી નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઇરાન અને અમેરિકા વચ્ચે ખૂબ જ તણાવની સ્થિતિ છે.

plane4 ઇરાને અમેરિકન જાસૂસી ડ્રોન તોડી પાડ્યું, ખાડીમાં ફરી તણાવની સ્થિતિ

અમેરિકાએ ઇરાન પર અત્યંત સંવેદનશીલ  અખાતી સમુદ્રી વિસ્તારોમાં ઓઇલ ટેન્કરો પર સતત હુમલા કરાવવાનો આક્ષેપ કર્યો છે. જો કે તેહરાને અમેરિકાના આક્ષેપોને વખોડતા આડકતરી રીતે જણાવ્યું હતું કે, અમેરિકાએ જાતે જ ઓઈલ ટેન્કરો પર હુમલા કર્યા હોય તેવું બની શકે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.