Relationship/ પત્નીનો સ્વભાવ ચિડીયો છે ? તો આ રીતે હેન્ડલ કરો..

લગ્ન બાદ પતિ-પત્નીના સંબંધોમાં ઉતાર-ચડાવ આવતો જ હોય છે. એવામાં સંબંધને જાળવી રાખવો એ સૌથી મોટી કસોટી હોય છે. ક્યારેક વિકટ સ્થિતિમાં વધુ તણાવના કારણે પાર્ટનરનો સ્વભાવ ચિડીયો થઈ જાય છે.

Lifestyle Relationships
પત્ની

લગ્ન બાદ પતિ-પત્ની ના સંબંધોમાં ઉતાર-ચડાવ આવતો જ હોય છે. એવામાં સંબંધને જાળવી રાખવો એ સૌથી મોટી કસોટી હોય છે. ક્યારેક વિકટ સ્થિતિમાં વધુ તણાવના કારણે પાર્ટનરનો સ્વભાવ ચિડીયો થઈ જાય છે. ત્યારે સમજદારી એમાં જ છે કે, પાર્ટનરની વધુ દરકાર કરવી. જો મુશ્કેલીના સમયમાં આપ ઢાલની જેમ પત્ની ની પડખે ઉભા રહીને તેમને સપોર્ટ કરશો તો આપનો સંબંધ વધુ મજબૂત થશે.આપના આવા સ્વભાવથી પત્ની નું ચિડિયાપણું પણ દૂર થશે અને લાંબા ગાળે આકાર લેતા એક ઝઘડા નામના વંટોળને પણ ડામી શકાશે.

ચિડીયાપણાનું કારણ

પત્નીના ચિડીયાપણાનું કારણ શોધવાનો પ્રયાસ કરો, ક્યાંક આપ પોતેજ તેની પાછળ જવાબદાર નથી તે જાણીને તેનું મન શાંત કરવાનો પ્રયાસ કરો.

ધૈર્ય જરૂરી

કોઈપણ સ્થિતિમાં ધૈર્ય ન ગુમાવો, હંમેશા ધૈર્ય જાળવી રાખો, કારણ કે, સંબંધો નાજુક હોય છે જેને તૂટતા વાર નથી લાગતી..

પત્નીને બહાર લઈ જાઓ

પતિની જવાબદારી છે કે, તે પોતાની પત્નીને અઠવાડિયામાં એક વખત બહાર ફરવા કે ફિલ્મ જોવા લઈ જાય. જેથી તે ફ્રેશનેસ અનુભવે.

જવાબદારી વહેંચો

બની શકે તો પત્નીને ઘરના કામમાં મદદ કરાવો, તમારી પત્નીને એ અહેસાસ કરાવો કે, ઘરની બધી જવાબદારી તેમની નથી પરંતુ આપ બંનેની છે.

સાથે સમય વિતાવો

સાંજે ઓફિસ કે કામ પરથી ઘરે આવ્યાં બાદ પત્ની સાથે થોડો સમય વિતાવો, તેની સાથે બેસીને વાતો કરશો તેને તમારા પ્રત્યે પ્રેમ વધશે.

આ પણ વાંચો:વધારે ટાઇટ અથવા ઢીલા કોન્ડોમ પહેરવાથી થઇ શકે છે આ મુશ્કેલીઓ, જાણો

આ પણ વાંચો:સેક્સ લાઇફમાં આ પદ્ધતિ લાવશે એડવેન્ચર

આ પણ વાંચો:વિશ્વ કેન્સર દિવસ 2023: શા માટે દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે?