israel hamas war/ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં સેલિબ્રિટીઓમાં બે ભાગ, જાણો કોણ કોને કરી રહ્યું છે સપોર્ટ

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ચોથો દિવસ

Trending Entertainment
Israel Palestine conflict swara bhaskar kangana ranaut reaction ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં સેલિબ્રિટીઓમાં બે ભાગ, જાણો કોણ કોને કરી રહ્યું છે સપોર્ટ

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ચોથો દિવસ છે. યુદ્ધ દિવસેને દિવસે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. યુદ્ધમાં મૃતકોનો આંકડો 1000ને પાર કરી ગયો છે. હજારો લોકોએ માથા પરથી છત ગુમાવી છે. હમાસના લોકોએ ઇઝરાયેલના સૈનિકો સહિત આમ નાગરિકોનું અપહણ કરી બંધક બનાવ્યાં છે.

ઇઝરાયેલ-પેલેસ્ટાઇનની જંગ પર બોલીવુડ, હોલીવુડથી લઇ લોલીવુડ (પાકિસ્તાની સિનેમા) બે ભાગમાં વહેચાઇ ગયું છે. યુદ્ધ વચ્ચે સેલિબ્રિટીઓ વચ્ચે પણ યુદ્ધ છેડાયું છે. ભારતીય અભિનેત્રી કંગના ઇઝરાયેલ તો સ્વરા ભાસ્કર પેલેસ્ટાઇનના સમર્થનમાં આવી છે. જાણો કંઇ અભિનેત્રી કોના સમર્થનમાં આવી છે.

Swara Bhaskar says people's horror at Hamas' attacks on Israel is 'hypocritical' | Bollywood - Hindustan Times
સ્વરા ભાસ્કર
બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ઇઝરાયેલ પર હમાસના હુમલામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં આવી છે. સ્વરાએ પેલેસ્ટાઇનને સમર્થન આપતા એક પોસ્ટ શેર કરી છે. સ્વરાએ લખ્યું, ઇઝરાયેલે ભૂતકાળમાં પેલેસ્ટાઇન પર હુમલો કર્યો હતો, પેલેસ્ટાઇનના લોકોના ઘર તબાહ કર્યા, પેલેસ્ટાઇનના બાળકો અને યુવાનોને પણ છોડ્યા નહતા. દાયકાઓ સુધી ગાઝા અને ગાઝામાં રહેતા નાગરીકો પર હુમલા કર્યાં ત્યારે તમે શોક નહતો મનાવ્યો તો અત્યારે ઇઝરાયેલને સમર્થન આપનાર લોકો બેવડા ચહેરાવાળા (બે મેઢે વાત કરવી) છે.

કંગના રનૌત
સ્વરા ભાસ્કરે પેલેસ્ટાઇના સમર્થનમાં ઉતરી છે, ત્યાં કંગના રનૌતે ઇઝરાયેલનું સમર્થન કર્યું છે. કંગનાએ હમાસના લોકોને આતંકી ઠેરાવ્યા હતા. કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, સોશિયલ મીડિયા પર જોવા મળતી ઇઝરાયેલી મહિલાઓની તસવીર જોઇ કોઇનું દિલ ન તુટે તે શક્ય નથી. આતંકવાદીઓ તેની લાશ સાથે બળાત્કાર પણ કરી રહ્યાં છે. એક ઇઝરાયેલી મહિલા સૈનિકોની લાશને નગ્ન કરી શહેરમાં ફેરવી રહ્યાં છે. આ જોઇ હું ભાંગી પડી છું. દરેક શહીદને સન્માનજક મોતને હકદાર છે.

ગોહર ખાન
અભિનેત્રી ગોર ખાને યુદ્ધને લઇને ચિંતા વ્યક્ત કરી લખ્યું કે, કોઇનો પણ જીવ લેવો યોગ્ય નથી. દુનિયામાં શાંતિ બની રહેવા દો. આ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ અટકાવી દો. યુદ્ધમાં શું સાચું, શું ખોટું તે નથી હતું પરંતુ બધું ખોટું જ હોય છે. માટે તમામ દેશને માનવઅધિકારોનું પાલન કરવું જોઇએ, તમામનો જીવ કિંમતી છે.

ગેલ ગેડોટ
હોલીવુડ અભિનેત્રી ગેલ ગેડોટે ઇઝરાયેલના સમર્થનમાં આવી છે. ગેડોટે ઇન્સ્ટાગ્રામ પર એક ઇમેજ પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે હું ઇઝરાયેલની સાછે છું.

પાકિસ્તાની અભિનેત્રીઓ પેલેસ્ટાઇનમાં સમર્થનમાં
બીજી તરફ લોલીવુડ (પાકિસ્તાની સિનેમા)ની અભિનેત્રીઓ સબા કમર, દનાનીર મુબીન, હુમા જેહરાએ પેલેસ્ટાઇને સપોર્ટ કર્યો છે. પાકિસ્તાની અભિનેત્રીઓનું કહેવું છે કે તેઓ પેલેસ્ટાઇનની સાથે અને તેને આઝાદ જોવા માગે છે.

આ ઉપરાંત નતાલી પોર્ટમેન, જોશ ગાડ, કાઈલી જેનર, ક્રિસ જેનર, જેમી લી કર્ટિસ, એન્ડી કોહેન, મેઘન મેકકેઈન ઇઝરાયેલના સમર્થનમાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં સેલિબ્રિટીઓમાં બે ભાગ, જાણો કોણ કોને કરી રહ્યું છે સપોર્ટ


આ પણ વાંચો: જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં છવાયો માતમ
આ પણ વાંચો: વર્લ્ડકપની ભારત-પાક મેચ જોવા અમિત શાહનું થશે આગમન?
આ પણ વાંચો: મોરબી બ્રિજ દુર્ઘટના મામલે SIT રિપોર્ટમાં મોટો ખુલાસો, ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી