Ahmedabad rathyatra/ વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ

અમદાવાદમાં આગામી 7 જુલાઈ અષાઢી બીજનાં રોજ  ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 06 22T084242.239 વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ

Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી જળયાત્રા નીકળી છે. ઢોલ નગારા, બળદ ગાડા સાથે જળયાત્રા યોજાઈ છે. 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જળ ભર્યા બાદ સાબરમતી નદીની આરતી કરી છે. ભરેલા કળશ સાથે જળયાત્રા નિજ મંદિરે પહોંચી છે. જળાભિષેકથી ભગવાનની પૂજા-વિધિ કરવામાં આવી છે. મંદિરના મહંત સહિત નીતિન પટેલે જળાભિષેક કર્યુ છે. ધારાસભ્ય અમિત શાહે પણ જળાભિષેક કર્યો  છે.

આ જળ યાત્રામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યાં છે. ભગવાનને સાબરમતીના જળથી અભિષેક કરાશે. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર ઉપસ્થિત રહ્યાં છે.

Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

અમદાવાદમાં આગામી 7 જુલાઈ અષાઢી બીજનાં રોજ  ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળશે. મંદિર ટ્રસ્ટ પણ તૈયારીમાં લાગી ગયું છે.ભગવાનના વાઘા, પ્રસાદ, રથનું સમારકામ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય છે ત્યારે આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથનાં નિજ મંદિરેથી જળયાત્રા શોભાયાત્રા સ્વરૂપે નિકળશે અને સાબરમતી નદી ખાતે પહોંચશે. જ્યાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થશે. ગંગા પૂજન બાદ 108 કળશમાં પવિત્ર જળભરી મંદિરમાં લાવી પૂજા વિધિ કરી ભગવાનને મહાજળાભિષેક કરવામાં આવશે.

Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

WhatsApp Image 2024 06 22 at 8.41.17 AM વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન જળયાત્રામાં જોડાયા છે. આ જળયાત્રામાં 108 કળશ, 18 ગજરાજ(હાથી), 18થી વધુ ભજનમંડળી પણ જોડાશે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં મોસાળમાં રોકાશે.

Jalayatra held before Jagannath's Rathayatra today in Ahmedabad | Jagnnath Jalyatra Live Update : ભગવાન જગન્નાથની આજે જળયાત્રા, 108ના કળશમાં જલ લાવી કરાશે પ્રભુનો અભિષેક

જળયાત્રાનો સંપૂર્ણ કાર્યક્રમ

સવારે 8 વાગ્યે જળયાત્રાનો પ્રારંભ
સવારે 8:30 વાગ્યે ગંગાપૂજનની વિધિ થશે
સવારે 10:00 વાગ્યે પોડશોપચારપૂજન વિધિ
પોડશોપચારપૂજન વિધિ બાદ મહાજળાભિષેક
સવારે 11 વાગ્યે ભગવાનના ગજવેશના દર્શન
બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ શરૂ થશે




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર