Condemnation/ જાવેદ અખ્તરે સલમાન રશ્દી પર થયેલા ઘાતક હુમલાની કરી નિંદા,કેટલાક કટ્ટરપંથીઓ…..

ભારતીય મૂળના પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કમાં હુમલો થયો છે. એક કાર્યક્રમ દરમિયાન સલમાન રશ્દી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો

Top Stories Entertainment
8 21 જાવેદ અખ્તરે સલમાન રશ્દી પર થયેલા ઘાતક હુમલાની કરી નિંદા,કેટલાક કટ્ટરપંથીઓ.....

ભારતીય મૂળના પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કમાં હુમલો થયો છે. એક કાર્યક્રમ દરમિયાન સલમાન રશ્દી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે પહેલા સલમાનના ગળા પર ચાકુ માર્યું અને પછી મુક્કો માર્યો. હુમલા બાદ સલમાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સલમાન પર હુમલાની નિંદા કરતા ગીતકાર-લેખક જાવેદ અખ્તરે કહ્યું, ‘મને આશા છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’ જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું, “હું કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા સલમાન રશ્દી પર બર્બર હુમલાની નિંદા કરું છું. મને આશા છે કે ન્યૂયોર્ક પોલીસ અને કોર્ટ હુમલાખોર વિરુદ્ધ શક્ય તેટલી કડક કાર્યવાહી કરશે.” સલમાન પર હુમલો કરનાર વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લીધો છે. આ મામલે વધુ માહિતી આપતાં ન્યૂયોર્ક પોલીસે કહ્યું કે ચૌટૌકા ઈન્સ્ટિટ્યૂટમાં એક ભાષણ કાર્યક્રમ પહેલા લેખક સલમાન રશ્દી પર હુમલો થયો છે, જેની તપાસ શરૂ કરવામાં આવી છે. તેણે કહ્યું કે, સલમાનને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

 

 

 

આ કાર્યક્રમમાં ઘટનાના પ્રત્યક્ષદર્શી કાર્લ લેવને ટ્વીટ કર્યું હતું કે સલમાન રૂશીદ પર આ હુમલો તેની હત્યાનો પ્રયાસ હતો. હુમલાખોરે સુરક્ષાદળોના હાથે પકડાય તે પહેલા સલમાન રશ્દી પર છરી વડે ઘણી વખત હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે, સલમાન 20 વર્ષથી અમેરિકામાં રહે છે. સલમાનને તેના પુસ્તક ધ સેટેનિક વર્સીસને લઈને ઘણીવાર ધમકીઓ મળતી હતી. સલમાનની આ પુસ્તક ઈરાનમાં 1988થી પ્રતિબંધિત છે. પુસ્તકમાં સલમાન પર ઈસ્લામ પ્રત્યે નિંદા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.