Terrorist/ ઝારખંડમાંથી ISISના બે આતંકવાદીની ધરપકડ, પેલેસ્ટાઈનમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવી હતી

બંને આતંકવાદી ISISની વિચારધારાથી પ્રભાવિત હતા

Top Stories India
Jharkhand ATS arrests 2 ISIS men go to Palestine as fidayeen ઝારખંડમાંથી ISISના બે આતંકવાદીની ધરપકડ, પેલેસ્ટાઈનમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવી હતી

રાંચીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની વચ્ચે ઝારખંડ પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ISISના બે શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. તેઓ યહૂદીઓ પર હુમલો કરવા અને મસ્જિદ-એ-અક્સાને આઝાદ કરવા પેલેસ્ટાઈન જવાની તૈયારી કરી રહ્યા હતા.

આ બે આતંકવાદીઓમાંથી એક આરોપીનું નામ મોહમ્મદ અરિઝ હસનૈન છે, જે ઝારખંડના ગોડ્ડાનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હસનૈન ISISની વિચારધારાથી પ્રભાવિત હતો અને તેણે સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો.

પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તે વિવિધ ટેલિગ્રામ ચેનલો પર સક્રિય હતો. જ્યારે નિઝામ નામનો બીજો આરોપી ઝારખંડના હજારીબાગનો છે. નિઝામે જ હસનૈનને કટ્ટરપંથી સાહિત્ય પૂરું પાડ્યું હતું. નસીમે તેને ISISનો ‘બેથ’ મોકલ્યો હતો. તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદી જૂથોના સંપર્કમાં પણ હતો. તે 2020થી કાશ્મીરના ઘણા શંકાસ્પદ આતંકવાદીઓના સંપર્કમાં પણ હતો.

ઝારખંડ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીને ઈનપુટ મળ્યો હતો કે ઝારખંડના હજારીબાગ અને ગોડ્ડા જિલ્લામાં ISIS મોડ્યુલ ચલાવવામાં આવી રહ્યું છે. આ સમાચાર બાદ ઝારખંડ ATSએ હજારીબાગ અને ગોડ્ડામાં દરોડા પાડ્યા હતા. જેમાં બે આતંકી અરિઝ હસનૈન અને મોહમ્મદ નસીમની ધરપકડ કરવામાં આવી છે.


Read More: દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, ભાવ સાંભળીને લેવા ભાગશો

Read More: ઈઝરાયેલી સેનાએ હમાસના રોકેટ મેન અબુ ઝીનાને ઠાર માર્યો

Read More: સરકારી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચાલાવી લેવાય નહીં : ગુજરાત હાઇકોર્ટ


Follow us on : Facebook | Twitter | WhatsApp | TelegramInstagramKoo YouTube

Download Mobile App :  Andiroid  |  IOS