Political/ ઝારખંડના CM હેમંત સોરેનની વિધાનસભાની સદસ્યતા જોખમમાં, ECએ રાજ્યપાલને મોકલ્યો રિપોર્ટ

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ચૂંટણી પંચે ઝારખંડના સીએમ હેમંત સોરેનની સદસ્યતા રદ કરવા માટે રાજ્યપાલને ભલામણ મોકલી છે.

Top Stories India
9 32 ઝારખંડના CM હેમંત સોરેનની વિધાનસભાની સદસ્યતા જોખમમાં, ECએ રાજ્યપાલને મોકલ્યો રિપોર્ટ

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ચૂંટણી પંચે ઝારખંડના સીએમ હેમંત સોરેનની સદસ્યતા રદ કરવા માટે રાજ્યપાલને ભલામણ મોકલી છે. ચૂંટણી પંચે ઓફિસ ઓફ પ્રોફિટ હોવાના આરોપો પર પોતાનો અભિપ્રાય મોકલ્યો છે.

મુખ્યમંત્રી હેંમતસોરેન સામે  ખાણકામની લીઝ મામલે કેસ ચાલી રહ્યો છે, આ મામલાની ચૂંટણી પંચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. બંધારણના અનુચ્છેદ 192 હેઠળ, સભ્યને ગેરલાયક ઠેરવવાના મામલામાં અંતિમ નિર્ણય રાજ્યપાલનો છે. ઝારખંડના સીએમ હેમંત સોરેન પર ઓફિસ ઑફ પ્રોફિટ હોવાનો આરોપ હતો. ભાજપે હેમંત સોરેનની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી. આ કેસની સુનાવણી 18 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી. હવે ચૂંટણી પંચે આ મામલે પોતાનો અભિપ્રાય રાજ્યપાલને મોકલી આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે  હેમંત સોરેન પર આરોપ છે કે તેઓ જ્યારે ઝારખંડના સીએમ હતા ત્યારે તેમને અને તેમના ભાઈને માઈનિંગ લીઝ આપી હતી. તે સમયે હેમંત સોરેન પાસે ખાણ મંત્રાલય પણ હતું. EDએ તાજેતરમાં માઇનિંગ સેક્રેટરી પૂજા સિંઘલની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી, પૂજાએ જ માઇનિંગ લાઇસન્સ જારી કર્યું હતું.