દારૂબંધી/ અહીં ભાજપનાં જિલ્લા પંચાયત સભ્યનાં ઘરેથી મળી આવ્યો મોટી માત્રામાં દારૂ

ભાયલી ગામે વડોદરા જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય ગોરધન પાટણવાડીયાએ બીયરનો જથ્થો મંગાવ્યો હતો. જે જથ્થાને પોલીસે ઝડપી પાડી સંદીપ પરમાર નામના એક  શખ્સની ધરપકડ કરી છે જ્યારે પંચાયતના સભ્યની શોધખોળ હાથ ધરાઇ છે.

Gujarat Others
bhayali અહીં ભાજપનાં જિલ્લા પંચાયત સભ્યનાં ઘરેથી મળી આવ્યો મોટી માત્રામાં દારૂ

ગાંધીના ગુજરાતમાં વહેતી દારૂની નદી ફરી એકવાર ઉજાગર થી છે. અને ગુજરાતમાં દારૂ બંધીના બણગા ફૂંકતી ભાજપ સરકારના જ એક નેતા ના ઘરેથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો છે. વડોદરા ખાતે ભાજપના  જીલ્લા પંચાયતના સભ્યના ઘરેથી બીયરનો  જથ્થો ઝડપાયો છે.

secret / અમેરિકન રાષ્ટ્રપતિને કેટલો પગાર કેટલો મળે છે? નિવૃત્તિ લાભો …

પ્રાપ્ત વિગતો અનુસાર ભાયલી ગામે વડોદરા જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય ગોરધન પાટણવાડીયાએ બીયરનો જથ્થો મંગાવ્યો હતો. જે જથ્થાને પોલીસે ઝડપી પાડી સંદીપ પરમાર નામના એક  શખ્સની ધરપકડ કરી છે જ્યારે પંચાયતના સભ્યની શોધખોળ હાથ ધરાઇ છે.

Befam / અનાજ માફિયા..!! ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજની હેરાફેરી ઝડપા…

આ અંગેની વિગત એવી છે કે ઇંટોલા-ચાણસદ રોડ પર જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાયલી ગામે જીઇબી ગોડાઉનવાળા ફળિયામાં રહેતો સંદિપ રાજુ પરમાર દારૃના જથ્થાનું છુટક વેચાણ કરતો  હોવાની  બાતમી મળી હતી.  તેના આધારે પોલીસે આજે બપોરે સંદિપના ઘેર તપાસ કરતા બીયરના ૨૧૬ ટીન મળ્યા હતાં. પોલીસે સંદિપની બીયરના ટીન સાથે ધરપકડ કરી તેની વધુ પૂછપરછ કરતા બીયરનો જથ્થો ગામમાં રહેતા ગોરધન રામાભાઇ પાટણવાડીયાએ મંગાવીને આ ઘરમાં છુપાવી રાખ્યો હોવાની કબૂલાત કરી હતી.

politics / હવે આ રાજ્યે પણ CBIની સામાન્ય સંમતિ પાછી ખેંચી…

આ ઉપરાંત સંદિપે પોલીસને જણાવ્યું હતું કે ગોરધનના કહ્યા મુજબ પોતે છૂટક વેચાણ કરતો હતો. આ કબૂલાત બાદ પોલીસે ભાયલી ખાતે ગોરધનના ઘેર તપાસ કરી છતાં તેનો પત્તો લાગ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે ગોરધન પાટણવાડીયા હાલમાં વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપમાંથી ચૂંટાયેલો સભ્ય છે.