claims/ જુગારધામઃ લાઠીના ધારાસભ્ય અને પોલીસ આમને સામને, બંનેના વિપરીત દાવા

ગુજરાતના ભાજપના ધારાસભ્યોએ વહીવટીતંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અમરેલીના લાઠી-બાબરાના ભાજપના ધારાસભ્ય જનક પૂંડિયાએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે..

Gujarat
Beginners guide to 2024 06 14T143144.338 જુગારધામઃ લાઠીના ધારાસભ્ય અને પોલીસ આમને સામને, બંનેના વિપરીત દાવા

Lathi: ગુજરાતના ભાજપના ધારાસભ્યોએ વહીવટીતંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અમરેલીના લાઠી-બાબરાના ભાજપના ધારાસભ્ય જનક પૂંડિયાએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં આખરે ધારાસભ્ય જનક પૂંડિયાએ પોતે મેદાનમાં આવીને દામનગર પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર પરિસરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો.

તેમણે ઓનલાઇન જુગારધામ પર જનતા રેડ કરી હતી. ગતરાત્રે દામનગર શોપિંગ સેન્ટરમાં રેડ કરી હતી. લોકો સાથે જુગારધામ પર જનતા રેડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે એવું નિવેદન કર્યુ છે કે દામનગરમાં જનતા રેડનો અર્થ જુગારધામ પર દરોડો નથી, આવું પાછા ડીવાયએસપીએ પોતે જણાવ્યું છે. આ જુગારધામ યંત્રથી ચાલતુ હોવાનો દાવો કરાયો છે. વાસ્તવમાં જુગારધાન હોવાનું કહેવાય છે તે ઓનલાઇન માર્કેટિંગ છે. ઓનલાઇન વાસ્તુ પૂજાની યંત્રની ફ્રેન્ચાઇઝી છે. અમરેલી પોલીસે આ સંદર્ભમાં હાઇકોર્ટના ચુકાદાને પણ ટાંક્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે મહિલાઓની સુરક્ષાના મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. અમૂલ ભટ્ટે ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો કે દાણીલીમડા પ્લોટમાં વાહનો રાખવામાં આવે છે. તે જ સમયે, જ્યારે મહિલાઓ તેમના વાહનોમાંથી છૂટકારો મેળવવા જાય છે, ત્યારે તેમની સાથે ગેરવર્તનનો આરોપ છે.

આ અગાઉ ધારાસભ્ય અભેસિંહ તડવીએ નસવાડી ગૃપ ગ્રામ પંચાયતની ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી હતી અને વહીવટદારની ફરજમાં બેદરકારી છતી થતાં ધારાસભ્ય રોષે ભરાયા હતા. ગેરરીતિ અંગે વારંવાર ફરિયાદ કર્યા બાદ અભેસિંહ તડવીએ અચાનક ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. અભેસિંહ તડવી અને ટીડીઓ અડધો કલાક બેસી રહ્યા, પરંતુ સંચાલક આવ્યા ન હતા. આથી અભેસિંહ તડવીએ ડીડીઓને કાર્યવાહી કરવા સૂચના આપી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ