ગુજરાત/ ગોંડલના જ્યોતીન્દ્રસિંહનું 84 વર્ષની વયે નિધન,ભારે શોક ફેલાયો

રાજવી પરિવાર દ્વારા દરવાર ગઢ મોટી બજાર ખાતે મહારાજા સાહેબ જ્યોતેન્દ્રસિંહજી ના પાર્થિવ દેહને અંતિમ દર્શન રાખવામાં આવ્યો હતો

Gujarat
Untitled 101 ગોંડલના જ્યોતીન્દ્રસિંહનું 84 વર્ષની વયે નિધન,ભારે શોક ફેલાયો

ગોંડલ સ્વપ્ન દ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેકનામદાર મહારાજા જ્યોતેન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલની સોમવાર ના સવારે 9 કલાકે હજુર પેલેસ ખાતે તબિયત નાદુરસ્ત થતાં મૃત્યુ  પામ્યા હતા.

 તેઓને હૃદય નો તીવ્ર હુમલો આવતા 84 વર્ષની વયે તેમનું નિધન થયું હતું આ વેળા એ મહારાણી સાહેબ કુમુદકુમારીજી તેમજ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી પણ હાજર હતા મહારાજ સાહેબ ના નિધન થી રાજવી પરિવાર સાથોસાથ ગોંડલ રાજ્યમાં પણ ઘેરો શોક ફેલાઈ જવા પામ્યો હતો, મહારાજા સાહેબના નિધન ને લઈ નગરપાલિકા કચેરી , કોલેજ સહિત ની સંસ્થાઓ માં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો:મામાનું ઘર / મહિલા ઉત્થાન માટે આ દીકરીએ શરૂ કર્યું અનોખુ અભિયાન, જાણો કેવી છે કામગીરી

રાજવી પરિવાર દ્વારા દરવાર ગઢ મોટી બજાર ખાતે મહારાજા સાહેબ જ્યોતેન્દ્રસિંહજી ના પાર્થિવ દેહને અંતિમ દર્શન રાખવામાં આવ્યો હતો જ્યાં હવામહેલ રાજવી પરિવાર, રાજકોટ રાજવી માંધાતાસિંહજી, પીઠડીયા સ્ટેટ, વીરપુર સ્ટેટ સહિતના રાજવીઓ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો દર્શને આવ્યા હતા. ભૂદેવો ના મંત્રોચ્ચાર અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાજવી પરંપરા મુજબ મહારાજા સાહેબને લાકડાની પાલખીમાં કેશરી સાફો પહેરાવી બિરાજમાન કરાયા હતા બાદમાં પુષ્પ વર્ષા વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી.

મહારાજા સર ભગવતસિંહજી ની ત્રીજી પેઢી એ જ્યોતીન્દ્રસિંહજી પ્રપૌત્ર હતા, ભગવતસિંહજી ના પુત્ર ભોજરાજસિંહજી તેમના પુત્ર વિક્રમસિંહજી અને તેમના પુત્ર જ્યોતેન્દ્રસિંહજી હતા.ગોંડલ રાજવી પરિવારનું વિન્ટેજ કાર કલેક્શન વિશ્વ વિખ્યાત છે અને ગુજરાત નું પ્રથમ કક્ષાનું ગણાય છે.મહારાજા જ્યોતીન્દ્રસિંહકારના શોખીન હતા દેશ વિદેશમાં યોજાતી કાર રેસ માં ભાગ લઈ અનેક ટ્રોફીઓ મેળવી  હતી.

આ પણ વાંચો:National / આ રાજ્યમાં આવતીકાલથી શરૂ થશે સ્કૂલો, ખુદ મુખ્યમંત્રીએ કરી જાહેરાત