Kadi-APMC-Election/ કડી માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણીઃ 30 વર્ષથી ભાજપ પાસે છે સત્તા

મહેસાણામાં મહત્વના મનાતા કડી માર્કેટયાર્ડની ચૂંટણી આજરોજ યોજાવવા જઈ રહી છે. ચૂંટણીમાં બે પ્રકારની પેનલ છે, એક ખેડૂત પેનલ છે અને બીજી વેપારી પેનલ છે. વેપારી પેનલની ચૂંટણીમાં ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.  

Top Stories Gujarat Others
YouTube Thumbnail 3 કડી માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણીઃ 30 વર્ષથી ભાજપ પાસે છે સત્તા

મહેસાણાઃ મહેસાણામાં મહત્વના મનાતા કડી માર્કેટયાર્ડની ચૂંટણી આજરોજ યોજાવવા જઈ રહી છે. ચૂંટણીમાં બે પ્રકારની પેનલ છે, એક ખેડૂત પેનલ છે અને બીજી વેપારી પેનલ છે. વેપારી પેનલની ચૂંટણીમાં ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.  છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન કડી માર્કેટ યાર્ડમાં ચાલી રહ્યુ છે, તેના લીધે માર્કેટયાર્ડ અનેક વખત સમરસ પણ થયું છે, પરંતુ આ વખતે ચૂંટણી યોજાવવાની છે.

સહકારી ખરીદવેચાણ પેનલમાં ફક્ત એક જ ફોર્મ ભરાતા પાંચ ઉમેદવાર બિનહરીફ થયા છે.જ્યારે ખેડૂત પેનલની દસ બેઠકની ચૂંટણીને લઈને ભાજપના દસ ઉમેદવાર તો કોગ્રેસના બે ઉમેદવાર મેદાનમાં છે. મહેસાણા એપીએમસીની ચૂંટઈ કુલ બે બૂથ પર યોજાશે.

25 ઉમેદવારોમાંથી બે કોંગ્રેસના જ્યારે દસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. બાકીના 13 ઉમેદવારો ભાજપના મળેલા મેન્ડેટ મુજબ દસ ઉમેદવારને સમર્થન જાહેર કર્યુ છે. ખેડૂત પેનલમાં 12 ઉમેદવાર કડી માર્કેટ યાર્ડની ચૂંટણીના મેદાનમાં છે. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વેલા 69 મંડળીઓના સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ખેડૂત પેનલના ઉમેદવારોને જીતાડશે.

આ વખતની ચૂંટણીમાં ઘણા ટોચના નેતાઓ અને અગ્રણીઓને પડતા મૂકવામાં આવતા ક્યાંક આનંદ તો ક્યાંક નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હિમાંશુભાઈ ખમાર અને ઘનશ્યામભી પટેલ જેવા દિગ્ગજ નેતાઓને રીપિટ કરવામાં આવ્યા છે. તેના લીધે ઘણા અગ્રણીઓમાં નારાજગીની લાગણી પણ છે. આ ઉપરાંત સહકારી ખરીદવેચાણ સંઘમાંથી ફક્ત એક નીતિન પટેલનું જ ફોર્મ ભરાતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 15 બેઠકમાંથી પાંચ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા છે. જો કે ખેડૂત પેનલમાં કોઈ બિનહરીફ જાહેર થયું નથી. તેથી તેના દસ ઉમેદવારને લઈને ચૂંટણી યોજાવવા જઈ રહી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ