Cyclone Biparjoy/ ચક્રવાત બિપરજોરના સંકટ વચ્ચે કંડલા પોર્ટ કરાયો બંધ

વાવાઝોડાની ભયાનકતા અને તકેદારીના ભાગરૂપે સૌથી મોટું કાર્ગો પોર્ટ કંડલા બંધ કરવામાં આવ્યું છે. પોર્ટ પરનાં જહાજોને કચ્છના અખાતમાં સલામત વિસ્તારોમાં મોકલાયા આવ્યા છે.

Top Stories Gujarat Others
કંડલા

વાવાઝોડું બિપરજોરનું સંકટ વધતું જ જી રહ્યું છે. ગુજરાતના કચ્છ નજીક આવી રહેલ ચક્રવાત હવે તેની ઝડપ વધારી દીધી છે. ત્યારે આવમાં વાવાઝોડાની ભયાનકતા અને તકેદારીના ભાગરૂપે સૌથી મોટું કાર્ગો પોર્ટ કંડલા બંધ કરવામાં આવ્યું છે. પોર્ટ પરનાં જહાજોને કચ્છના અખાતમાં સલામત વિસ્તારોમાં મોકલાયા આવ્યા છે. તંત્રએ દરિયાકાંઠાના વિસ્તારના 2 કિમીની ત્રિજ્યામાં આવેલા ગામોને ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.

https://twitter.com/mantavyanews/status/1668229912191467520

આપને જણાવી દઈએ કે, કંડલા પોર્ટ પર સિગ્નલ નંબર 10 લગાવવામાં આવ્યા છે જ્યારે મુન્દ્રા અને માંડવી બંદર પર સિગ્નલ નંબર 9નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનો અર્થ થાય છે ખૂબ જ તીવ્ર ચક્રવાત, જેના માટે દરેકને સાવચેત રહેવાની જરૂર છે.

ચક્રવાતી સંકેત નંબરો દ્વારા જણાવવામાં આવે છે. હવામાન વિભાગ દરેક પોર્ટ પર આ અંગેની માહિતી મોકલે છે. IMD દેશના દરેક પોર્ટ પર દિવસમાં ત્રણથી ચાર વખત ચક્રવાતના અપડેટ્સ મોકલે છે, ત્યારબાદ પોર્ટ દરિયાઈ જહાજોને નંબરો દ્વારા અથવા ચોક્કસ પ્રતીકો દ્વારા સંકેતો આપે છે.

કચ્છમાં બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક બન્યું છે. માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા છે તથા માંડવી અને જખૌમાં SDRFની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને શેલ્ટર હોમ તૈયાર કરાયા છે તો તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક પણ યોજાઈ છે.  જરૂર પડ્યે કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે.

આ પણ વાંચો:ગિરનાર પરની ગંદકીને લઇ હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું, અપાઈ ખાસ સૂચનાઓ

આ પણ વાંચો:દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા

આ પણ વાંચો:કચ્છમાં 25 વર્ષ અગાઉ આવેલા વાવાઝોડાએ ભારે તારાજી વેરી હતી

આ પણ વાંચો:અંબાલાલ પટેલે કરી આગાહી,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પડશે તોફાની વરસાદ

આ પણ વાંચો:બિપોરજોય આગામી 12 કલાકમાં વધુ તીવ્ર બનશે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જારી ચેતવણી