બોલિવૂડ/ ટ્વિટર દ્વારા સંસ્પેન્ડ થયા બાદ કંગનાએ જોઇન કર્યુ Koo, કહ્યુ- આ પ્લેટફોર્મ ઘર જેવુ લાગે છે

ટ્વિટર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નીતિઓનું ઉલ્લંઘન કરવા માટે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનાં હેન્ડલ પર પ્રતિબંધ મુકૂ દેવામાં આવ્યો છે.

Entertainment
123 99 ટ્વિટર દ્વારા સંસ્પેન્ડ થયા બાદ કંગનાએ જોઇન કર્યુ Koo, કહ્યુ- આ પ્લેટફોર્મ ઘર જેવુ લાગે છે

ટ્વિટર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નીતિઓનું ઉલ્લંઘન કરવા માટે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનાં હેન્ડલ પર પ્રતિબંધ મુકૂ દેવામાં આવ્યો છે. તેના કેટલાક કલાકો બાદ હરીફ દેશી એપ Koo એ અભિનેત્રીને આવકારતાં કહ્યું હતું કે, તેનું માનવું બરાબર છે કે મેડ ઇન ઇન્ડિયા પ્લેટફોર્મ ઘર જેવું લાગે છે, બાકીનું ભાડા જેવુ લાગે છે.

123 101 ટ્વિટર દ્વારા સંસ્પેન્ડ થયા બાદ કંગનાએ જોઇન કર્યુ Koo, કહ્યુ- આ પ્લેટફોર્મ ઘર જેવુ લાગે છે

Glamour: વ્હાઇટ લહેંગામાં શ્વેતા તિવારીનો જોવા મળ્યો હોટ લૂક, એકવાર દેખશો તો નજર નહી હટાવી શકો

અમેરિકી કંપની ટ્વિટર પર કટાક્ષ કરતા Koo નાં સહ-સ્થાપક અપ્રમેય રાધાકૃષ્ણને 16 ફેબ્રુઆરી, 2021 નાં ​​રોજ રનૌતનો સંદેશ શેર કર્યો. રાધાકૃષ્ણને Koo પર લખ્યું છે, આ કંગના રનૌતની પહેલુ Koo હતુ. તેમનુ કહેવુ યોગ્ય છે કે Koo ઘર જેવું લાગે છે, બાકીનું બધું ભાડા જેવું છે. મંચનાં સહ-સ્થાપક મયંક બિડાવટકાએ પણ રનૌતને આવકારતાં કહ્યું કે, તે આ મંચ પર ગૌરવપૂર્વક પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે. Koo પર કંગનાનાં 4.48 લાખ ફોલોવર્સ છે. આપને જણાવી દઇએ કે, ટ્વિટર દ્વારા કંગના રનૌતનું એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં હિંસાની ઘટનાઓ સાથે સંબંધિત કંગનાનાં વિવાદિત ટ્વિટ બાદ ટ્વિટર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેને રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે ખૂબ અપમાનજનક અને રાજકીય પ્રેરણાદાયી માનવામાં આવે છે. કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે આ ભયાનક છે. આપણે ગુંડાઈને મારવા માટે સુપર ગુંડાઈની જરૂર છે. તે તાડકા જેવી છે. મોદીજી, વર્ષ 2000 ની શરૂઆતવાળા પોતાના વિરાટ સ્વરૂપને બતાવો. તેમણે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો. ટ્વિટરે પોતાના નિવેદનમાં કહ્યું કે, કંગના રનૌત સતત હેટફુલ કંડક્ટ પોલિસીનું ઉલ્લંઘન કરી રહી હતી, તેથી હવે તેનું એકાઉન્ટ કાયમ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

123 100 ટ્વિટર દ્વારા સંસ્પેન્ડ થયા બાદ કંગનાએ જોઇન કર્યુ Koo, કહ્યુ- આ પ્લેટફોર્મ ઘર જેવુ લાગે છે

Beauty: 90 નાં દાયકાની બોલ્ડ ક્વીન રવીના ટંડન આજે પણ પોતાના લૂૂક અને ફિગર સાથે રહે છે ચર્ચામાં

આપને જણાવી દઇએ કે, કંગના રનૌટ ઘણા લાંબા સમયથી ટ્વિટર સાથે Koo એપ્લિકેશન પર એક્ટિવ રહી છે. પરંતુ કંગનાનાં ચાહકો તે જાણીને ખુશ થયા છે કે ટ્વિટર પર, તેઓ Koo દ્વારા જ અભિનેત્રી સાથે જોડાયેલા રહી શકે છે. કંગનાનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 450 K થી વધુ ફોલોવર્સ છે. અભિનેત્રી Koo નાં લોન્ચ થયા પછી જ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સામેલ થઈ હતી. જેના પર તેણે ઘણી પોસ્ટ્સ પણ શેર કરી છે, જે બતાવે છે કે અભિનેત્રી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ જ એક્ટિવ છે.

majboor str 3 ટ્વિટર દ્વારા સંસ્પેન્ડ થયા બાદ કંગનાએ જોઇન કર્યુ Koo, કહ્યુ- આ પ્લેટફોર્મ ઘર જેવુ લાગે છે