Karnataka/ રાજકીય ઉથલપાથલ? ભાજપના ધારાસભ્યનો દાવો – યેદિયુરપ્પાથી નારાજ છે વરિષ્ઠ નેતા, મોદી પણ…

ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પી યતનાલે કહ્યું કે રાજ્યના મોટાભાગના વરિષ્ઠ નેતાઓ બીએસ યેદિયુરપ્પાથી ખુશ ન હોવાથી મુખ્યમંત્રીને જલ્દી થી બદલવા જોઈએ. પીએમ મોદીએ એમ પણ કહ્યું છે કે, આગામી સીએમ

Top Stories India
popular 6 રાજકીય ઉથલપાથલ? ભાજપના ધારાસભ્યનો દાવો - યેદિયુરપ્પાથી નારાજ છે વરિષ્ઠ નેતા, મોદી પણ...

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિરોધના સુર સંભળાઈ રહ્યા છે. જે રીતે મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં રાજકીય કટોકટી જોવા મળી હતી, તેવી જ કટોકટી કર્ણાટકમાં જોવા મળી રહી છે. કર્ણાટકમાં ભાજપમાં જ નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાસનગૌડા પી યતનાલે મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પા સામે મોરચો ખોલ્યો છે, અને એવો દાવો કર્યો છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ તેમનથી ખુશ નથી અને જલદીથી મુખ્યમંત્રી બદલવા માંગે છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પી યતનાલે કહ્યું કે રાજ્યના મોટાભાગના વરિષ્ઠ નેતાઓ બીએસ યેદિયુરપ્પાથી ખુશ ન હોવાથી મુખ્યમંત્રીને જલ્દી થી બદલવા જોઈએ. પીએમ મોદીએ એમ પણ કહ્યું છે કે, આગામી સીએમ ઉત્તર કર્ણાટકના હશે. ઉત્તર કર્ણાટકના લોકોએ 100 ધારાસભ્યો આપ્યા, જેના કારણે તેઓ સીએમ બન્યા હતા.

તમને જણાવી દઇએ કે સીએમ બીએસ યેદીયુરપ્પા વિશે એવા પણ અહેવાલો આવ્યા હતા કે તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને ભાજપ નેતૃત્વમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બાદમાં ભારતીય જનતા પાર્ટીએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. આ અટકળોને ત્યારે હવા મળી જ્યારે તાજેતરમાં 77 વર્ષીય યેદિયુરપ્પા નવી દિલ્હી ગયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને મળ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે ઉત્તર કર્ણાટકમાં ભારે પૂર આવે છે અને યેદિયુરપ્પા તેના રાહત કાર્યમાં વિલંબના કારણે પણ નિશાન પર છે. આ ઉપરાંત, કોરોના વાયરસ સાથે લડવામાં પણ ઢીલાશ વિગેરે ને લઈને કર્ણાટકમાં પણ નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે આ પહેલા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.