આત્મસમર્પણ/ કેરલ સિરિયલ બ્લાસ્ટ આરોપીના ચોંકાવનારા ખુલાસા; કહ્યું- કેમ કર્યાં ધમાકા

સિરિલયલ બ્લાસ્ટ કરનારા આરોપીએ પોલીસ સામે આત્મસમર્પણ કરતાં વિડિયો બનાવીને જણાવ્યું કે કેમ તેને બ્લાસ્ટ કરવાની જરૂર પડી

India
કેરલ સિરિયલ બ્લાસ્ટ

એર્નાકુલમ:  ડોમિનિક માર્ટિન નામના વ્યક્તિએ રવિવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને દાવો કર્યો કે કેરળના એર્નાકુલમમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો પાછળ તેનો હાથ હતો. આત્મસમર્પણ કરતા પહેલા માર્ટિને સોશિયલ મીડિયા પર એક વિડિયો બહાર પાડ્યો હતો જેમાં તેણે શા માટે ખ્રિસ્તી સંપ્રદાયને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું.

વીડિયોમાં 50 વર્ષીય વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે યહોવાહના સાક્ષીઓના ઉપદેશો સાથે સહમત નથી. તેમની પ્રવૃત્તિઓ બંધ કરવા માંગે છે. તેમણે કહ્યું કે તેમના મંતવ્યો “દેશ માટે ખતરનાક” હતા અને તેઓ યુવાનોના મગજમાં ઝેર ઘોળી રહ્યાં હતા.

માર્ટિને એવો પણ દાવો કર્યો હતો કે તે વર્ષો અગાઉ યહોવાહના સાક્ષીઓ સાથે જોડાયો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા 6 મિનિટના વીડિયોમાં તેણે કહ્યું કે હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું. મેં જ ત્યાં બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. તેનો હેતુ સમજાવતા તેણે કહ્યું કે છ વર્ષ પહેલા મને સમજાયું કે આ સંગઠન ખોટા રસ્તે ચાલી રહ્યું છે અને તેમના ઉપદેશો રાષ્ટ્ર વિરોધી છે. મેં તેમને ઘણી વખત તેને ઠીક કરવા કહ્યું, પરંતુ તેઓ તેમ કરવા તૈયાર ન હતા.

‘850 કરોડ લોકોના ખત્મ થવાની કામના કરે છે’

તેમણે વધુમાં કહ્યું કે માન્યતાઓ રાખવામાં કંઈ ખોટું નથી, પરંતુ તેઓ જે શીખવે છે તે ખોટું છે. તેઓ કહે છે કે આ દુનિયામાં દરેકનો નાશ થશે અને તેઓ બચી જશે. 850 કરોડ લોકોનો વિનાશ ઇચ્છતા જૂથ માટે આપણે શું કરવું જોઈએ? હું કોઈ રસ્તો શોધી શક્યો નહીં. મેં આ ખોટી વિચારધારાનો જવાબ આપવાનું નક્કી કર્યું, કારણ કે હું તેનાથી સંપૂર્ણ વાકેફ છું.

‘તેમને અન્ય લોકો સાથે હાથ ન મિલાવવાનું અને ખોરાક ન ખાવાનું કહેવામાં આવે છે’

માર્ટિને કહ્યું કે તેણે વિસ્ફોટકોનો વિસ્ફોટ કરવાનો નિર્ણય લીધો જ્યારે તેને ખાતરી થઈ કે આ જૂથ દેશ માટે ખતરો છે. આ દેશમાં રહીને તેઓ અહીંના તમામ લોકોને ગંદા શબ્દોથી અપમાનિત કરે છે. તેઓ તેમના લોકોને કહે છે કે તેઓ અન્ય લોકો સાથે હાથ મિલાવે નહીં, તેમની સાથે ભોજન ન કરે. તેણે આરોપ મૂક્યો કે યહોવાહના સાક્ષીઓ નાના બાળકોના મનમાં ઝેર ઓકતા હતા.

‘બાળકોને રાષ્ટ્રગીત ગાવાની મનાઈ કરે છે’

4 વર્ષના બાળકને પણ મિત્રો પાસેથી કેન્ડી ન લેવાની સલાહ આપવામાં આવે છે. જો વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે અને તેમાંથી 49 કેન્ડી ખાય છે, તો આ બાળક માટે એક વિચાર કરો. તેઓ કહે છે કે બાળકોએ રાષ્ટ્રગીત ન ગાવું જોઈએ. તેઓ કેટલું ઝેર ભરી રહ્યા છે? તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જૂથ પુખ્તોને મત ન આપવા અને લશ્કરી સેવાઓમાં જોડાવાનું ટાળવાનું કહે છે. માર્ટિને કહ્યું કે જો તમે ખતરનાક વિચારો ફેલાવતા આ પ્રકારનાં જૂથોને કાબૂમાં નહીં રાખો તો મારા જેવા લોકોએ પોતાનો જીવ આપવો પડશે.

આ પણ વાંચો- પીએમ મોદીએ કર્યો ઇજિપ્તના રાષ્ટ્રપતિને ફોન; જાણો યુદ્ધ પર શું પડશે અસર

આ પણ વાંચો- શું કોંગ્રેસના આ મોડલથી બદલાશે રાજકીય ચિત્ર? વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં શું થશે નવું