IPL 2021/ KKR એ મેચ તો જીતી પણ નિયમનું ન રાખ્યું ધ્યાન, થયો 24 લાખ રૂપિયાનો દંડ

કોલકતા નાઇટ રાઇડર્સનાં કેપ્ટન ઇઓન મોર્ગનને મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સ્લો ઓવર રેટ માટે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Sports
11 192 KKR એ મેચ તો જીતી પણ નિયમનું ન રાખ્યું ધ્યાન, થયો 24 લાખ રૂપિયાનો દંડ

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) એ ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 34 મી મેચમાં મુંબઇ ઈન્ડિયન્સ (MI) ને સાત વિકેટે હરાવી હતી. આ જીત બાદ પણ KKR નાં કેપ્ટન ઇઓન મોર્ગન માટે ખરાબ સમાચાર આવ્યા છે. જણાવી દઇએ કે, મોર્ગનને તેના સ્લો ઓવર રેટ માટે મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો – IPL 2021 / આજે છે CSK vs RCB નો મુકાબલો, જાણો Free માં કેવી રીતે જોઇ શકો છો Live મેચ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નાં કેપ્ટન ઇયોન મોર્ગનને ગુરુવારે અબુધાબીનાં ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ માટે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, KKR એ માત્ર 15.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી અને આ UAE લીગમાં તેમની સતત બીજી જીત છે. KKR ની ટીમ ભારતીય યુવા બેટ્સમેનોની તાકાત પર સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળી રહી છે. IPL નાં સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “IPL આચારસંહિતા હેઠળ સ્લો ઓવર રેટ સંબંધિત આ સીઝનનો ટીમનો બીજો ગુનો હોવાથી, કોલકાતા નાઈટ રાઈડર્સનાં કેપ્ટન ઇયોન મોર્ગનને રૂ. 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. “બાકીની પ્લેઇંગ ઇલેવનને 6 લાખ રૂપિયાનો દંડ અથવા તેમની વ્યક્તિગત મેચ ફી નાં 25% (જે પણ ઓછું હોય) દંડ કરવામાં આવ્યો હતો.” જો કે KKR આ દંડનાં ગમમાં નહીં આવે કારણ કે રાહુલ ત્રિપાઠી અને વેંકટેશ અય્યરે ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પર સાત વિકેટની સરળ જીત અપાવી હતી. ખાસ વાત એ છે કે KKR માત્ર જીતી રહ્યું નથી પરંતુ વિપક્ષને પણ કચડી રહ્યું છે. તેણે અગાઉ RCB ને કચડી નાખ્યુ હતુ.

https://twitter.com/mantavyanews/status/1441315450445434887?s=20

આ પણ વાંચો – Cricket / ICC એ જાહેર કર્યુ T20 વર્લ્ડકપનું Anthem, જુઓ Video

મુંબઈ ઈન્ડિયન્સ સામે 156 રનનો પીછો કરતા KKR એ ત્રિપાઠી (42 બોલમાં અણનમ 74) અને અય્યર (30 બોલમાં 53) સાથે બીજી બેટિંગ માટે 88 રન બનાવીને ટીમને 15.1 ઓવરમાં જીત અપાવી હતી. મુંબઈ માટે જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી અને તેની ચાર ઓવરમાં 43 રન આપ્યા હતા. અગાઉ, MI એ છ વિકેટે 155 નો સ્કોર બનાવ્યો હતો. બેટિંગ માટે મોકલવામાં આવેલા ક્વિન્ટન ડી કોકે (42 બોલમાં 55) શાનદાર અડધી સદી ફટકારી અને કેપ્ટન રોહિત શર્મા (33) સાથે ઓપનિંગ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી.