નિવેદન/ જયા બચ્ચને વેસ્ટર્ન કપડા પહેરવા પર ભારતીય મહિલાઓ અંગે શું આપ્યું નિવેદન,જાણો

જયા તેમના લેટેસ્ટ નિવેદનથી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથેના તાજેતરના પોડકાસ્ટ એપિસોડમાં જયાએ ભારતીય મહિલાઓની ફેશન વિશે વાત કરી હતી

Entertainment
9 2 3 જયા બચ્ચને વેસ્ટર્ન કપડા પહેરવા પર ભારતીય મહિલાઓ અંગે શું આપ્યું નિવેદન,જાણો

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી જયા બચ્ચન અવારનવાર ચર્ચામાં રહે છે. જયા તેમના લેટેસ્ટ નિવેદનથી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથેના તાજેતરના પોડકાસ્ટ એપિસોડમાં જયાએ ભારતીય મહિલાઓની ફેશન વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે તેને સમજાતું નથી કે ભારતની મહિલાઓ શા માટે પશ્ચિમી વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખે છે.

મહિલાઓની ફેશન સેન્સ પર સવાલો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે ભારતીય મહિલાઓએ સ્વીકાર્યું છે કે પશ્ચિમી કપડાં સ્ત્રીને સમાન અધિકાર આપે છે. હું સ્ત્રીને ‘નારી શક્તિ’ તરીકે જોવા માંગુ છું. તેણીએ વધુમાં કહ્યું કે હું એમ નથી કહેતી કે સાડી પહેરો પરંતુ આજે પણ એવી ઘણી મહિલાઓ છે જે ભારતીય વસ્ત્રો પહેરે છે અને ખૂબ જ ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહી છે. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે જ્યારથી ભારતીય મહિલાઓએ પેન્ટ પહેરવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે.