Not Set/ અમદાવાદ/ BRTS કોરિડોરમાં ગાડી હંકારતા જાણો પોલીસે શું કર્યું…?

ગુજરાત સરકાર દ્વારા નવા MV એક્ટનું સજ્જળતાથી પાલન કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. છતાંય રોડ અકસ્માતનું પ્રમાણ ઘટવાનું નામ નથી લઇ રહ્યા. અને લોકો પણ ટ્રાફિકના નિયમો માત્ર ભંગ કરવા માટે જ બનાવ્યા છે, તેમ વર્તી રહ્યા છે. અમદાવાદ બીઆરટીએસ કોરિડોરમાં સરકારી સિવાયના વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકાયેલો છે, છતાં કેટલાક અસામાજિક તત્વો, […]

Ahmedabad Gujarat
21 hub 02 4869343 835x547 m અમદાવાદ/ BRTS કોરિડોરમાં ગાડી હંકારતા જાણો પોલીસે શું કર્યું...?

ગુજરાત સરકાર દ્વારા નવા MV એક્ટનું સજ્જળતાથી પાલન કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. છતાંય રોડ અકસ્માતનું પ્રમાણ ઘટવાનું નામ નથી લઇ રહ્યા. અને લોકો પણ ટ્રાફિકના નિયમો માત્ર ભંગ કરવા માટે જ બનાવ્યા છે, તેમ વર્તી રહ્યા છે.

અમદાવાદ બીઆરટીએસ કોરિડોરમાં સરકારી સિવાયના વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકાયેલો છે, છતાં કેટલાક અસામાજિક તત્વો, અને લોકો દ્વારા વારંવાર તેનું ઉલ્લંઘન કરવામાં આવે છે. અને બિન્દાસ્ત બનીને BRTS કોરીડોરમાં વહન હંકારે છે. અને રોફ જમાવવાનો પ્રયાસ કરે છે.

અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પર બીઆરટીએસએ સર્જેલા ગમખ્વાર અકસ્માત બાદ બે સગા યુવાન ભાઈઓના  મોત થયા હતા, હવે આ જ જગ્યા પર અમીર ઘરના નબીરાએ પોતાની બીએમડબ્લ્યુ કાર BRTS કોરિડોરમાં ચલાવી હતી, જોકે પોલીસે તેની ઉભો રાખી રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો. આ લક્ઝુરિયસ કાર જીજે 01 કેએમ 7090ના ચાલકનું નામ શૈશવ કમલેશભાઇ પ્રજાપતિ હોવાનું માલૂમ પડ્યું છે. ટ્રાફિક પોલીસે કાર અટકાવીને દંડ ફટકારી કાયદાનું ભાન કરાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.