Entertentment/ જાણો રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ક્યારે કરી રહ્યા છે લગ્ન, આ અપડેટ આવ્યું સામે

છેલ્લા કેટલાક સમયથી અભિનેતા અલી ફઝલ અને રિચા ચઢ્ઢા તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. બંને વર્ષ 2020 માં એકબીજા સાથે લગ્ન કરવાના હતા

Trending Entertainment
11 7 જાણો રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ક્યારે કરી રહ્યા છે લગ્ન, આ અપડેટ આવ્યું સામે

છેલ્લા કેટલાક સમયથી અભિનેતા અલી ફઝલ અને રિચા ચઢ્ઢા તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. બંને વર્ષ 2020 માં એકબીજા સાથે લગ્ન કરવાના હતા, પરંતુ કોરોનાના કારણે, એવું થઈ શક્યું નહીં, જેના પછી બંને ઘણીવાર ન્યુઝમાં ચમકતા રહ્યા છે. આ દરમિયાન હવે બંનેના લગ્નને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે.

11 5 જાણો રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ક્યારે કરી રહ્યા છે લગ્ન, આ અપડેટ આવ્યું સામે

રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બરમાં બંને સાથે લગ્ન કરી શકે છે. લગ્નના રિસેપ્શનની વાત કરીએ તો તે માટે બંનેએ બે જગ્યાએ એટલે કે મુંબઈ અને દિલ્હીમાં તૈયારીઓ શરૂ કરી હોવાનું કહેવાય છે. જો કે આ અંગે બંને પક્ષો તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં રિચા ચઢ્ઢાએ પોતાના લગ્ન વિશે કહ્યું હતું કે- ‘જ્યારે પણ આપણે લગ્ન કરવાનું વિચારીએ છીએ ત્યારે કોરોનાનું નવું સ્વરૂપ આવે છે. 2020 માં, અમે એક સ્થળ પણ બુક કર્યું હતું, પરંતુ કોરોનાની પ્રથમ લહેર આવી, ત્યારબાદ લોકડાઉન અને પછી વિનાશ. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ફરીથી આ અંગે વાતચીત શરૂ થઈ.  ભારતમાં બીજી લહેરનો અનુભવ ઘણો ખરાબ હતો.

11 8 જાણો રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ક્યારે કરી રહ્યા છે લગ્ન, આ અપડેટ આવ્યું સામે

અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2013માં આવેલી ફિલ્મ ‘ફુકરે’ના સેટ પર પહેલીવાર મળ્યા હતા, ત્યારબાદ બંનેએ એકબીજાને પસંદ કરી લીધા હતા. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી, અલી ફઝલે વર્ષ 2019 માં રિચાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. જો કે હવે જોવાનું એ રહેશે કે આ બંને એકબીજા સાથે ક્યારે લગ્ન કરે છે.