Not Set/ રેલ્વેની આ બેજવાબદારી જાણીને તમે પણ ચોંકી જશો, જાણો શું છે મામલો ?

ભારતીય રેલ્વેની વધુ એક લાપરવાહી સામે આવી છે. રેલ્વેની દુર્ઘટનામાં થઇ રહેલા વધારા બાદ પણ રેલ્વે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી તે વધુ એક પુરવાર થયું છે. આ જ પ્રકારની રેલ્વેની વધુ એક બેજવાબદારી જોઇને તમે પણ ચોકી જશો તો નવાઈ નહીં. હકીકતમા, દિલ્લીથી મહારાષ્ટ્ર જવા માટે નીકળેલી ટ્રેન ૧૬૦ કિમી દુર […]

India
indian railway રેલ્વેની આ બેજવાબદારી જાણીને તમે પણ ચોંકી જશો, જાણો શું છે મામલો ?

ભારતીય રેલ્વેની વધુ એક લાપરવાહી સામે આવી છે. રેલ્વેની દુર્ઘટનામાં થઇ રહેલા વધારા બાદ પણ રેલ્વે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી તે વધુ એક પુરવાર થયું છે. આ જ પ્રકારની રેલ્વેની વધુ એક બેજવાબદારી જોઇને તમે પણ ચોકી જશો તો નવાઈ નહીં.

હકીકતમા, દિલ્લીથી મહારાષ્ટ્ર જવા માટે નીકળેલી ટ્રેન ૧૬૦ કિમી દુર મધ્યપ્રદેશ પહોચી ગઈ પણ આ વાતની ખબર ન તો ડ્રાઈવરને હતી કે રેલ્વે પ્રશાસનને. પરંતુ જયારે ટ્રેન મધ્યપ્રદેશના બાનમોર સ્ટેશન પહોચી ત્યારે ડ્રાઈવરને ખબર પડી હતી કે ટ્રેન બીજા રૂટ પર ચાલી રહી છે.  આ લાપરવાહીના કારણે મુસાફરોને પરેશાની ઉઠાવવાનો વારો આવ્યો છે. પરંતુ ત્યારબાદ રેલ્વે દ્વારા મુસાફરોને બીજી ટ્રેન દ્વારા મહારાષ્ટ્ર પહોચાડવામાં આવ્યા હતા.