Not Set/ જાણીલો, રાજ્યભરમાં પાછલા 24 કલાકમાં આવી છે વરસાદની સ્થિતિ

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે.  અનેક ડેમ અને તળાવમાં નવા નીરની આવક થઇ છે. પાછલા 24 કલાકમાં રાજ્યનાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. આજનાં દિવસમાં પાટણનાં હારિજ તાલુકામાં સૌથી વધુ 3.20 ઈંચ વરસાદ નોંધાયો છે, તો ભરૂચનાં વાગરા તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના […]

Gujarat Others
rain 2 જાણીલો, રાજ્યભરમાં પાછલા 24 કલાકમાં આવી છે વરસાદની સ્થિતિ

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે.  અનેક ડેમ અને તળાવમાં નવા નીરની આવક થઇ છે. પાછલા 24 કલાકમાં રાજ્યનાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. આજનાં દિવસમાં પાટણનાં હારિજ તાલુકામાં સૌથી વધુ 3.20 ઈંચ વરસાદ નોંધાયો છે, તો ભરૂચનાં વાગરા તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ધાનેરામાં આજનાં દિવસે જ 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યનાં બાકીનાં 24 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યભરમાં વરસાદની આવી છે સ્થિતિ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. કોટડાસાંગાણીમાં 2ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો આટકોટમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે આજી 1, ન્યારી 1, ભાદર1 નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે ન્યારી 1 ડેમમાં ઓવરફોલ થવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

અરવલ્લી જીલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ખાસ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે મેશ્વો, વાત્રક, માજમ ડેમમાં નવા નીર આવ્યા છે. ભિલોડા અને મોડાસા તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદના પગલે તળાવો, કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ત્યારે અગામી સીઝનને લઈને પાણીની આવક સારી થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ત્યારે ભિલોડા પંથકમાં પણ ભારે વરસાદના કારણે ઇડર-ભિલોડા માર્ગ પર પાણી ફરી વળ્યા છે.

અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસતા લોકોના હાલ બેહાલ બન્યા છે. ઈસરોલથી રાજલીના કોઝ-વે પર ઘોડાપુર આવતા લોકો અટવાયા છે.. પાણીના પ્રવાહના કારણે રાજલી અને માધુપુરનો સંપર્ક તૂટ્યો છે. શાળાએ જતા બાળકો અને શિક્ષકો કોઝ-વે પર પાણી ફરી વળતા અટવાઈ પડ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના પગલે જિલ્લાની અનેક નદી-નાળામાં નવા નીર આવ્યા છે. ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે. તો પોશીનામાંથી પસાર થતી સેઈ અને પનારી નદીમાં પણ નવા નીર આવ્યા છે. વડાલીની ઘંઉવાવ નદીમાં પણ નવા નીરની આવક થતા લોકોમાં ખુશી પ્રસરી છે.

પાટણ જિલ્લાના રાધનપુરમાં બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉપરવાસમાંથી છોડવામાં આવેલું નર્મદાનું પાણી રાધનપુર તાલુકાના મસાલી ગામની નદીમાં પહોંચ્યું. જેને લઈને મસાલી ગામ સહિત આજુબાજુના ગામોના લોકોએ નવા નીરના વધામણ કર્યા. રાધનપુર નાયબ કલેકટર, રાધનપુર મામલતદાર દ્વારા બનાસ નદીમાં નર્મદાના નીર આવતા નીરના વધામણાં કરાયા હતા.

મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમના આઠ દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અને 86 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઇ હતી. જેથી નદીઓમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેથી 2 લાખ 10 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. તો ડેમમાં પાણીની સપાટી 414 ફૂટે પહોંચી છે. જ્યારે ભયજનક સપાટી 419 ફૂટ પર છે.

પાટણ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે નવા ગંજ નજીક રેલવે ગરનાળુ વરસાદી પાણીથી ભરાયું છે. જેથી ગરનાળાનો રસ્તો અવર-જવર માટે બંધ કરાયો છે. પાટણમાં વરસાદી વાતાવરણના પગલે ધુમ્મસવાળુ વાતાવરણ છવાયું છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હારીજ તાલુકામાં 100 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે જ્યારે સાંતલપુર તાલુકામાં વરસાદની હજુ પણ ઘટ છે.

ખેડા જિલ્લાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે.  વણાકબોરી ડેમનું લેવલ 230 ફૂટની સપાટીએ પહોંચ્યું છે. ડેમમાં એક લાખ ક્યુસેકની આવક થતા ડેમ 9 ફૂટની સપાટીથી ઓવરફ્લો થયો છે. મહીસાગરની સપાટીમાં સતત વધારો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવાયા છે. જેમા ખાસ ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે.

જુનાગઢના કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો હતો

જામનગરમાં વરસાદી કહેરમાં એક મકાન ધરાશાયી થવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દેવુભાના ચોકમાં મકાન ધરાશાયી થતા ત્રણ લોકો કાટમાળ નીચે દબાાયા હતા. આ ઘટનાના પગલે ફાયર વિભાગ, પોલીસ અને મનપાની એસ્ટેટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન બે મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.