Cricket/ નરેન્દ્રમોદી સ્ટેડિયમ પીચ વિવાદ પર કોહલીએ આપ્યો વળતો જવાબ

ભારતે ઈંગ્લેન્ડને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચાર મેચોની સિરીઝના ત્રીજા મુકાબલામાં 10 વિકેટે પરાજય આપ્યો હતો. સિરીઝની અંતિમ મેચ પણ આ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા ઘણા દિગ્ગજ ખેલાડીઓએ

Sports
kohli with stadium નરેન્દ્રમોદી સ્ટેડિયમ પીચ વિવાદ પર કોહલીએ આપ્યો વળતો જવાબ

ભારતે ઈંગ્લેન્ડને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચાર મેચોની સિરીઝના ત્રીજા મુકાબલામાં 10 વિકેટે પરાજય આપ્યો હતો. સિરીઝની અંતિમ મેચ પણ આ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ મેદાનની પિચની ટીકા કરી છે. આ વચ્ચે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી એ પિચની આચોલના કરનારને વળતો જવાબ આપ્યો છે.

Political / સેક્સ સીડી પ્રકરણથી કર્ણાટકમાં રાજકીય ભૂકંપ, મંત્રી રમેશ કિહોલીનું સ્વૈચ્છિક રાજીનામું

Pink ball Test: Virat Kohli worried about Motera lights, says players need to adapt quickly- The New Indian Express

સિરીઝની અંતિમ ટેસ્ટ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પિચની આલોચના કરનાર પર હુમલો કર્યો છે. કોહલીએ અંતિમ ટેસ્ટ પહેલા પત્રકાર પરિષદમાં કહ્યુ, ‘સ્પિન થતી પિચો વિશે હંમેશા વધુ હોબાળો અને વધુ વાતચીત થાય છે.

Suicide / વડોદરામાં સામૂહિક આત્મહત્યા : 6 સભ્યોએ પીધી ઝેરી દવા, 3 નાં મોત

Only Motera Stadium Has Been Renamed After PM Narendra Modi; Sports Complex Still Has Sardar Patel's Name: Central Government

તેણે કહ્યુ કે સ્પિનિંગ ટ્રેકને લઈને બધા વધુ કહી રહ્યાં છે. મને લાગે છે કે આપણા મીડિયાએ આ બધા લોકોને જવાબ આપવો જોઈએ. ભારતીય ઉપ-મહાદ્વીપમાં આવી પિચો મળે છે. એક બેટ્સમેનના રૂપમાં મારૂ ધ્યાન માત્ર તેના પર છે કે હું સ્કોર કરુ અને ભારતીય ટીમને જીત અપાવી શકુ.’

વિધાનસભા / રાજ્યમાં બાળ મરણના ચોકાવનારા આંકડા આવ્યા સામે, રોજ સરેરાશ આટલાં બાળકોના મોત

વિરાટ કોહલી (Virat Kohli) એ ન્યૂઝીલેન્ડની એક મેચનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, ‘અમે ન્યૂઝીલેન્ડમાં 36 ઓવરમાં ત્રણ દિવસમાં હારી ગયા હતા. મને વિશ્વાસ છે કે અમારે ત્યાં કોઈએ પિચ વિશે લખ્યુ નહતું. તેમાં માત્ર એટલું કહ્યું હતું કે ભારત ન્યૂઝીલેન્ડ કરતા કેટલું ખરાબ રમ્યું.’ તેમણે કહ્યું, કોઈએ પિચની ટીકા ન કરી, પિચ કેવું વર્તન કરી રહી હતી, બોલ કેટલો સ્વિંગ થઈ રહ્યો હતો. પિચ પર કેટલું ઘાસ હતું, તેને જોવા કોઈ આવ્યું નહીં. મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડમાં પાછલા પ્રવાસ દરમિયાન ભારતીય બેટ્સમેન ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરોની સામે નિષ્ફળ રહ્યા હતા. તે પ્રવાસ પર ભારતને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…