ભાવનગર/ કુંભારવાડા રેલવે ફાટકનો પ્રશ્ને તંત્ર ના ધ્યાને હોવા છતાં મૌન,જાણો શું છે સમગ્ર મામલો

ભાવનગર મુખ્ય બજાર અને કુંભરવાડા વિસ્તરની વચ્ચે આવતી આ ફાટક પર ખુબજ ટ્રાફિક સમસ્યા હોવાથી તંત્ર દ્વારા અંદર બ્રિજ બનાવમાં આવેલ પરંતુ આ અંદર બ્રિજ બનાવતા પહેલા વિરોધ પક્ષે પાણી ભરાવના પ્રશ્ને અંદર બ્રિજ  સક્સેસ નહિ હોવાથી અવર બ્રિજની માંગણી કરેલી હતી

Gujarat Others
કુંભારવાડા

ભાવનગરના કુંભારવાડા રેલવે ફાટકના પ્રશ્ને લઈને સ્થાનિકોએ તંત્રને અવારનવાર રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કુંભારવાડા વિસ્તારમાં રહેતા લોકોએ રેલવે ક્રોસિંગ પાર કરીને પસાર થવું પડે છે. રેલવે અંડર બ્રિજ નીચે પાણી ભરાયેલું છે જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે.છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા છે.રેલવે ફાટક બંધ હોય ત્યારે અનેક લોકો આ અંડરબ્રિજ નીચેથી પસાર થાય છે. અંડરબ્રિજ પરથી પાણી પડી રહ્યું છે જેના કારણે પસાર થતા લોકોને કપડા પણ પલળી જાય છે. સ્થાનિકોના પ્રશ્નને લઈને ભાવનગર મહાનગરપાલિકાના ચેરમેનને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે.

Untitled 45 કુંભારવાડા રેલવે ફાટકનો પ્રશ્ને તંત્ર ના ધ્યાને હોવા છતાં મૌન,જાણો શું છે સમગ્ર મામલો

ભાવનગરમાં હવે તો અંતિમ સફર માટે પણ મૈયતને ભોગવી પડે છે મુશ્કેલીઓ, કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે. અને રેલવે ક્રોસિંગને લીધે મૈયતને પણ ઉપર થી અને રેલવે ક્રોસિંગ માંથી જીવના જોખમે લઇને જવું પડે છે. ભાવનગર શહેરમાં આવેલ રેલવે અંડરબ્રિજ નીચે સતત પડી રહેલ પાણીના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના ઘટી શકે છે મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી પાણીની લાઈન લીકેજ હોવાથી અંડર બ્રિજ નીચે સતત પાણી ભરાઈ રહ્યું છે ચોમાસા દરમિયાન તો સ્વિમિંગ પૂલની માફક પૂરો અંડરબ્રિજ પાણીમાં સમાઈ જાય છે. આ અંડર બ્રિજ પરથી રેલગાડીઓની સતત અવર-જવર શરૂ હોય છે માટે તાકી દે પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે.

Untitled 46 કુંભારવાડા રેલવે ફાટકનો પ્રશ્ને તંત્ર ના ધ્યાને હોવા છતાં મૌન,જાણો શું છે સમગ્ર મામલો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીમાં કોઈને કોઈ કચાસ હંમેશા બાકી રહેતી હોય છે કોઈપણ કામ પૂર્ણ કરવામાં આવતું નથી જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. શહેરના કુંભારવાડા અંડરબ્રિજનો પ્રશ્ન છેલ્લા 15 વર્ષથી સળગી રહ્યો છે આમ છતાં મહાનગરપાલિકાનું બેદરકાર તંત્ર જાગી રહ્યું નથી. રેલ્વે ફાટક બંધ હોય છે ત્યારે આ અંડરબ્રીજ નીચેથી હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે શહેરી જનોને વાહન પસાર કરવા માટે ખૂબ જ પરેશાની ભોગવી પડી રહી છે આમ છતાં મનપાનું તંત્ર સામાન્ય પ્રશ્નનું નિરાકરણ નથી લાવી રહ્યું જેનો ભોગ ભાવનગરની જનતા બની રહી છે.

Untitled 47 કુંભારવાડા રેલવે ફાટકનો પ્રશ્ને તંત્ર ના ધ્યાને હોવા છતાં મૌન,જાણો શું છે સમગ્ર મામલો

ભાવનગર કુંભરવાડા પાસે આવેલ રેલવે ફાટક મુખ્ય સ્ટેશનની નજીક હોવાથી દિવસ બહાર અનેક વાર આ ફાટક બંધ કરવી પડે છે ત્યારે ભાવનગર મુખ્ય બજાર અને કુંભરવાડા વિસ્તરની વચ્ચે આવતી આ ફાટક પર ખુબજ ટ્રાફિક સમસ્યા હોવાથી તંત્ર દ્વારા અંદર બ્રિજ બનાવમાં આવેલ પરંતુ આ અંડરબ્રિજ બનાવતા પહેલા વિરોધ પક્ષે પાણી ભરાવના પ્રશ્ને અંદર બ્રિજ  સક્સેસ નહિ હોવાથી અવર બ્રિજની માંગણી કરેલી હતી તેમ છતાં શાસક પક્ષ દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે બ્રિજમાં ઉપરની સત્ય પાણી પડવાના લઈને પણ થઈ ચૂકેલ છે ત્યારે ભવિષ્યમાં જો આ પુલનો સ્લેબ તૂટે અને દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ  તેવું શહેર પ્રમુખ પ્રકાશ વાઘણી દ્વારા ઉઠવામાં આવ્યો છે.

Untitled 47 1 કુંભારવાડા રેલવે ફાટકનો પ્રશ્ને તંત્ર ના ધ્યાને હોવા છતાં મૌન,જાણો શું છે સમગ્ર મામલો

કુંભારવાડા વિસ્તારમાં આશરે 80 થી 90 હજાર લોકો વસવાટ કરે છે. જેમાં મોટાભાગના લોકોને શહેર તરફ આવવા જવા માટે રેલવે ક્રોસિંગ પાર કરીને જવું પડે છે. અને કુંભારવાડા રેલવે ક્રોસિંગ દિવસભરમાં અંદાજે 20 કરતા વધુ સમય બંધ કરવામાં આવે છે. ત્યારે આ અંડરબ્રિજનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરે છે. રેલ્વે અંડરબ્રિજ માં ચોમાસા દરમિયાન પુરા તળાવની માફક પાણી ભરાઈ જતું હોય છે આ સાથે જ અંડરબ્રિજ નીચે પડી રહેલ પાણીના કારણે સ્ટ્રકચર પણ નબળું પડી ગયું છે જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે તે પણ સૌથી મોટો સવાલ છે.

Untitled 47 કુંભારવાડા રેલવે ફાટકનો પ્રશ્ને તંત્ર ના ધ્યાને હોવા છતાં મૌન,જાણો શું છે સમગ્ર મામલો

રેલવે અંડરબ્રિજ નીચે પડી રહેલ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા નું તંત્ર જરા પણ તસ્દી લઈ રહ્યું નથી વર્ષોથી લોકો અંડર બ્રિજમાં ભરાઈ રહેલ પાણીમાંથી પસાર થઈને રોડ પાર કરે છે. જોકે આ બાબતે ભાવનગર ચેરમેન દ્વારા ફરી એક વખત આશ્વાસન આપવામાં આવ્યું છે કે તાકીદે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે પરંતુ જોવાનું એ રહ્યું કે માત્ર હવાબાજી કરી ને પ્રશ્ન સમય ટાઇ જશે કે વાસ્તવિક રીતે પ્રશ્નનું નિરાકરણ લાવશે.

આ પણ વાંચો:અરવલ્લીમાં છેલ્લા પાંચ વર્ષ માં અકસ્માતમાં 750 લોકોના મોત, જાણો ગત વર્ષનો આંકડો

આ પણ વાંચો:ગુજરાતમાં દરરોજ 9 શ્રમિકો કરે આપઘાત, જાણો શું છે કારણ

આ પણ વાંચો:ભાવનગર મનપા દ્વારા 41 રખડતા ઢોર માલિકો સામે ફરિયાદ