Not Set/ કચ્છ: નગરપાલિકા દ્વારા બાકીદારો પાસેથી લેણા વસૂલાયા, 2 દુકાનોને સિલ

કચ્છ, કચ્છના અંજાર નગરપાલિકા દ્વારા શહેરમાં બાકીદારો પાસેથી લેણા વસૂલવા કડક કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 2 દુકાનોને સિલ કરવામાં આવી હતી. જેને પગલે અન્ય સાત બાકી મિલકત ધારકોએ 50 ટકા જેટલો ટેક્સ તરત જ ભરપાઈ કર્યો હતો. રાજ્ય સરકારે આપેલા વેરા વસુલાતના ટાર્ગેટને સિદ્ધ કરવા અંજાર સુધરાઈ તંત્ર ઊંધા માથે દોડતું થઈ ગયું […]

Gujarat Others Trending Videos
mantavya 279 કચ્છ: નગરપાલિકા દ્વારા બાકીદારો પાસેથી લેણા વસૂલાયા, 2 દુકાનોને સિલ

કચ્છ,

કચ્છના અંજાર નગરપાલિકા દ્વારા શહેરમાં બાકીદારો પાસેથી લેણા વસૂલવા કડક કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 2 દુકાનોને સિલ કરવામાં આવી હતી.

જેને પગલે અન્ય સાત બાકી મિલકત ધારકોએ 50 ટકા જેટલો ટેક્સ તરત જ ભરપાઈ કર્યો હતો. રાજ્ય સરકારે આપેલા વેરા વસુલાતના ટાર્ગેટને સિદ્ધ કરવા અંજાર સુધરાઈ તંત્ર ઊંધા માથે દોડતું થઈ ગયું છે.

જેને લઈને શહેરમાં બાકીદારોને નોટિસો ફટકારીને વેરો વસુલવામાં આવી રહ્યો છે આજે બે દુકાનને સિલ મારવામાં આવ્યું હતું.તો અન્ય સાત દુકાનોને સિલ મારવાની કામગીરી થાય તે પૂર્વે જ અડધો ટેક્સ ભરપાઈ કરી દેતા તેની કામગીરી સ્થગિત રખાઈ હતી.

આ કાર્યવાહીથી સાડા ચાર લાખથી વધુની આવક પાલિકાને થઈ હતી બાકીદારો સામે લાલ આંખથી અન્ય મિલકત બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.આ કામગીરીમાં સુધરાઈના ચીફ ઓફિસર તેમની ટીમ તેમજ પોલીસ જવાનો જોડાયા હતા.