કચ્છ/ સાંસદ વિનોદભાઈ ચાવડાની પંજાબના સહ પ્રભારી તરીકે નિમણુક

કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની પંજાબના સહ પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. કચ્છનાં નેતાને અતિ મહત્વ પૂર્ણ જવાબદારી સોંપાતા કચ્છ ભાજપ અને સાંસદના ટેકેદારો સાથે લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

Gujarat Others
વિનોદભાઈ ચાવડા

કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સહ પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. ત્યારે વિનોદ ચાવડાએ કહ્યું કે,પંજાબમાં પ્રચાર કરી ભાજપની જ્વલંત જીત માટે પ્રયાસો કરવામાં આવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા પંજાબ ખાતે યોજાનાર આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની પંજાબના સહ પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. કચ્છનાં નેતાને અતિ મહત્વ પૂર્ણ જવાબદારી સોંપાતા કચ્છ ભાજપ અને સાંસદના ટેકેદારો સાથે લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

સતત બે ટર્મથી ચૂંટાઈને કચ્છના સાંસદ પદે રહેલા વિનોદભાઈ ચાવડા ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સહ પ્રભારી તરીકેની જાહેરાત થતાં જ તેમના ચાહક વર્ગે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો ધોધ વહાવી દીધો છે. ચૂંટણીમાં પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને સહ પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, શ્રીમતી મીનાક્ષી લેખીની સાથે વિનોદભાઈની સહ પ્રભારી તરીકે નિમણુક થઇ છે. વિનોદ ચાવડાએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પંજાબનો પ્રવાસ શરૂ કરશે અને ચૂંટણી પ્રચારની કમાન સંભાળી ભાજપની જીત માટે પ્રયાસો કરવામાં આવશે.

News / દુનિયાની સૌથી ખતરનાક જેલ, જ્યાં કેદ હતા તાલિબાનના ખૂનખાર આતંકવાદી

તાનાશાહી શરૂ! / અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં રમવા પર પ્રતિબંધ, તાલિબાન કેબિનેટે લીધો નિર્ણય

Technology / PUBG ગેમ રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત, આવા અકસ્માતોથી બચવા માટે માતા -પિતાએ શું કરવું જોઈએ

Auto industry / ઓટો સેક્ટર કોરોનાની ચપેટમાંથી બહાર આવવા લાગ્યું, પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ ઓગસ્ટમાં 39 ટકા વધ્યું

Technology / ઇમેઇલ ખોટા એડ્રેસ પર ગયો છે, ચિંતા કરશો નહીં, તેને આ રીતે ડિલીટ કરી શકો છો

માર્ગદર્શિકા / લેપટોપ ખરીદતી વખતે, આ બાબતો ધ્યાનમાં રાખો, ક્યારેય અફસોસ નહીં થાય