Not Set/ ડીસામાં ઓક્સિજનની અછતથી કોરોના દર્દીઓને ભારે હાલાકી

બનાસકાંઠાના ડીસામાં ઓક્સિજનની અછત

Gujarat
boooootal ડીસામાં ઓક્સિજનની અછતથી કોરોના દર્દીઓને ભારે હાલાકી

કોરોનાના લીધે બનાસકાંઠા જિલ્લાની હાલત ઓક્સિજનના લીધે કફોડી બની છે તેમાં પણ ડીસામાં  ખાનગી હોસ્પિટલોમાં અત્યારે રોજના 300 ઓક્સિજનના બાટલાની જરૂર પડે છે પરંતુ તેની સામે માત્ર 100 બાટલા જ છે. જેથી દર્દીઓને ઓક્સિજન કઈ રીતે પૂરો પાડવો તે ગંભીર સમસ્યા છે. એક તરફ ઓક્સિજનની સમસ્યા અને બીજી તરફ નવા દર્દીઓ સતત આવતા રહે છે,  ત્યારે દર્દીઓની સારવાર કઈ રીતે કરવી તે સમસ્યા સર્જાઇ છે. જેથી ડીસાના ખાનગી હોસ્પિટલના ડૉકટરોએ હવે નવા એક પણ દર્દીઓને ન લેવાનો નિર્ણય કર્યો છે. તમામ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવે તો ખાનગી હોસ્પિટલના તમામ ડૉક્ટર્સ વિનામૂલ્યે સેવા આપવા માટે તૈયાર છે

બનાસકાંઠામાં જે રીતે સ્થિતિ બની રહી છે તે ગંભીર છે.ઓક્સિજનની અછતના લીધે દર્દીઓ પર સંકટના વાદળ છવાયેલા છે. જિલ્લામાં 15 દિવસથી આ જ પરિસ્થિતિ છે. તંત્રના આયોજનના અભાવે ખાનગી કોવિડ હોસ્પિટલના ડૉક્ટર્સ અને દર્દીઓ હેરાન થઇ રહ્યા છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગ કે તંત્ર આ મામલે કઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.